માળિયા: મોટાભેલા ગામે માનવ કંકાલ મળી આવતા ચકચાર…
માળિયા : માળિયા તાલુકામાં ખેતરમાંથી માનવ કંકાલ મળતા પોલીસ દોડતી થઈ છે. આ કંકાલની બાજુમાંથી સ્ત્રીના કપડા, ગળાની માળા અને પગના ઝાંઝર સહિતની વસ્તુઓ પણ મળી આવી છે. હાલ પોલીસે આ કંકાલને રાજકોટ ફોરેન્સિકમાં મોકલીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
મળેલ માહિતી મુજબ માળિયા તાલુકાના મોટાભેલા ગામે એક ખેતરમાં મજૂરો કપાસ વીણી રહ્યા હતા. તે વેળાએ એક કંકાલ મળી આવતા તેઓએ વાડીના માલિકને જાણ કરી હતી. તેઓએ સરપંચના પતિને અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ કંકાલમાં ખોપરી અને અન્ય અંગોના હાડકાઓ મળ્યા છે. આ ઉપરાંત કંકાલની બાજુમાં સ્ત્રીના કપડા , ગળામાં પહેરવાની માળા, પગના ઝાંઝર, ચપ્પલ સહિતની વસ્તુઓ પણ મળી આવી છે.
કંકાલની બાજુમાંથી મળી આવેલી ચીજ વસ્તુઓના આધારે આ બનાવ હત્યાનો હોવાની શક્યતા સેવાઇ રહી છે. વધુમાં પોલીસે તપાસ હાથ ધરી છે.