Placeholder canvas

હાઈકોર્ટના ગુજરાત સરકારને સણસણતા સવાલો…

ગુજરાતમાં કોરોના સંક્રમણ સામેની કામગીરીમાં રાજય સરકારને ‘ઉભા પગે’ રાખી રહેલી ગુજરાત હાઈકોર્ટ આજે સરકારને વીવીઆઈપી સવલત અને કોરોના હોસ્પીટલના ઉદઘાટન પર આકરી ટકોર કરી હતી તથા નિયમ પાલનમાં સરકાર અને રાજનેતા બેદરકાર બની રહ્યા હોય તેવો પણ આક્રોશ વ્યક્ત કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટમાં આજે સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સ્વીકાર્યુ હતું કે બેડ- રેમડેસીવીર, એમ્બ્યુલન્સ, ડોકટર, ઓકસીજનની અછત છે. અમો ‘પ્રયત્ન’ કરી રહ્યા છીએ. લોકો બહારગામથી દાખલ થવા આવે તો પણ દાખલ કરીએ છીએ પણ સમય તો લાગે ને, બીજા દર્દીને ડીસ્ચાર્જ કરવાના હાલ છે. 108માં પણ દર્દીને સારવાર મળે તે માટે પ્રયત્ન કરીએ છીએ અને આગામી દિવસોમાં 150 નવી 108 આવી જશે. સરકાર ઓકસીજન પ્લાન્ટની મંજુરી સરકાર આપી છે અને 4 પ્લાન્ટ ચાલુ થયા છે. બીજા 3 શરુ થઈ જશે.

જો કે ન્યાયમૂર્તિ પરસી કવિનાએ અમદાવાદની હોસ્પીટલોમાં વીવીઆઈપી કલ્ચર ચાલે છે તેના પર સરકારને ટકોર કરતા કહ્યું કે સૌને સમાન રીતે સારવાર મળવી જોઈએ. ઉપરાંત હાલમાં અમદાવાદમાં જીએમડીસી હોસ્પીટલ તથા ગાંધીનગરમાં ઓકસીજન પ્લાન્ટ વિ.ના ઉદઘાટન કરાયા તેના પર પણ ટકોર કરતા ન્યાયમૂર્તિએ કહ્યું કે ઉદઘાટન વગર હોસ્પીટલ ચાલુ થાય તેમાં સૌની ભલાઈ છે. આ પ્રકારના કાર્યક્રમમાં 3952 સિકયોરીટી અને અધિકારીની ભીડ હોય છે. હું કોઈ કોમેન્ટ નથી કરતો પણ આ પ્રકારના કાર્યક્રમથી સંક્રમણ ફેલાય છે.

શા માટે 108 સિવાય એડમીશન નહી! ખાનગી હોસ્પીટલોમાં સરકારી કવોટા 50% કરો, શા માટે આધારકાર્ડ હોય તો જ સારવાર! સરકારે સ્વીકાર્યુ કે 4 લાખ રેમડેસીવીર જરૂરિયાત 16000 જ મળે છે.હાઈકોર્ટ મોતના આંકડાની ચર્ચા કરતા કહ્યું કે અત્યારે ચેઈન તોડવાની જરૂર છે.સરકારે હાલ 79444 બેડ ઉપલબ્ધ છે તેવો દાવો કર્યો પણ ખાલી કેટલા? તે અંગે મૌન સેવ્યું હતું.

આ સમાચારને શેર કરો