Placeholder canvas

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં વેલ માર્ક લૉ પ્રેશર એરિયા સક્રિય, 24 કલાકમા ડિપ્રેશનમા પરિવર્તિત થશે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભે ચોમાસું જામ્યું હોય તેવો મેઘાવી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રાજ્યમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનો ધોવાઈ ગયા છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પ્રથમ બે નોરતાં દરમિયાન ગરબાના આયોજન રદ થયા છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યુ છે.અને પૂર્વ ઉતર પૂર્વ તરફ આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમા પરિવર્તિત થશે.જોકે આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 3 દિવસભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.સાથે સાથે દરિયામા પવનની ગતી તેજ બનવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ત્યારે પાટણ, રાજકોટ,પોરબંદર,મોરબી, દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા,જામનગર, જુનાગઢ, કચ્છ. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા,અમદાવાદ,સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડશે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમા વરસાદની વિદાયની ઘડીઓ ગણાતી હોય છે.પરંતુ ચાલુ વર્ષે હવામા ભેજનુ પ્રમાણ યથાવત છે.અને વરસાદી સિસ્ટમ પણ સક્રિય છે.

વરસાદની આગાહીના કારણે ખેલૈયા અને આયોજકોમાં તેમની નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. આ વખતે અડધી નવરાત્રી વરસાદમાં જ જવાની ભીતિ રહેલી છે. છે. હાલ અમદાવાદ શહેરમા પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરમા વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે. મહત્વપૂર્ણ છે કે ખેલૈયાના ખેલમાં વરસાદ વિધ્ન બની રહ્યો છે.નવરાત્રીને લઈ છેલ્લા કેટલાક મહિનાથી ખેલૈયા તૈયારી કરી રહ્યા હતા.અને નવરાત્રી આવે તેની આતુરતાથી રાહ જોઈએ રહ્યા હોય છે. આજથી નવરાત્રીની શરુઆત થય છે.પરંતુ નવરાત્રીની શરુઆતની સાથે પાર્ટી પ્લોટના મેદાનમા પાણી ભરાયેલ છે.જેના કારણે આયોજકોના આયોજન પર પાણી ફરી વળ્યુ છે.અને ખેલૈયાઓએ કલબમા ગરબા રમવા માટે પણ રાહ જોવી પડશે.કારણ કે 3 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો