skip to content

ભાદરવાના ભારે વરસાદથી ખેડૂતો માથે તુટી પડી મોટી મુસીબત…

ચોમાસાની શરૂઆતમાં એવી વાતો થતી હતી કે હવે આ વર્ષ તો ગયું..! ઠેર ઠેર મેઘરાજાને મનાવવા માટે પ્રાર્થનાઓ દુઆ થવા લાગી હતી. આખરે એક મહિનો મોડો આ મેઘરાજા રીઝ્યો તે એવો રઝ્યો છે કે હવે લોકો બાપલીયા હવે હંઉ કર કહેતા થઈ ગયા છે.

ખેડૂતોની સ્થિતિ નું એક કાર્ટૂન સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે

આ ભાદરવાના ભારે વરસાદથી બજારનું નું શું થશે એ તો સમય બતાવશે અને આગાહીઓ અર્થશાસ્ત્રીઓ કરે, પરંતુ ખેડૂતો હવે દિવસે દિવસે ભારે મુસીબતમાં મુકાય રહ્યા છે. કેમકે આ વરસાદથી ખેડૂતોમાં જન્મેલી આશાઓ પર વરસાદના પાણીએ, પાણી ફેરવી રહ્યા છે. ખેતરમાં ઊભેલી તૈયાર થયેલી ફસલ બરબાદ થઈ રહી છે.

ઘણી બધી જગ્યાએ જુવાર, બાજરી, તલી, કઠોળ પાકો ની લરણી ખેડૂતોએ કરી નાખી છે અને પાક ખેતરમાં હજુ પડ્યો હતો ત્યારે જ આ ભાદરવાનો ભારે વરસાદ ખાબકતા વાઢેલો પાક પાણીમાં ડૂબી ને બરબાદ થઈ ગયો છે.

ભાદવાનો વરસાદથી આવી હાલત થઈ છે ખેતીના પાકની…!!

જ્યારે ખેડૂત પોતાની વાડીએ જશે ત્યારે તેમને શેઠે માથા ઉપર હાથ દઈને બેસવા સિવાય કોઈ વિકલ્પ નહિ હોય કેમકે આ સરકાર પાસે ખેડૂતોએ જાજી આશા રાખવા જેવું નથી, એ તો સાબિત થઈ ચૂક્યું છે. વીમો મળશે કે નહીં એ તો સમય બતાવશે, પરંતુ સરકારની નીતિ હંમેશા એવી રહી છે કે વીમા કંપનીને ખટાવવા માટે ખેડૂતોને વીમો આપવામાં નથી આવતો, બિચારો ખેડૂત મોંઘુ પ્રીમિયમ ભરીને પણ વીમો ન મળતો હોવાથી હવે વીમો લેવાનું જ બંધ કરી દીધું છે..! ત્યારે આવા ખેડૂતની હાલત ઉપર આકાશ અને નીચે ધરતી જેવી થઈ છે.

વરસાદ રહેશે અને ખેડૂતો વાડી-ખેતરોમાં જશે ત્યારે નિર્માણ થયેલી ગંભીર પરિસ્થિતિનો સાચો ચિતાર સામે આવશે. અત્યારથી જ એવો અંદેશો છે કે આ આવનાર ચિતાર ભારે ગંભીર હશે. ખેડૂતો માટે ખૂબ દર્દનાક હશે. ત્યારે ખેડૂતોની આ પરિસ્થિતિમાં સરકારે વહારે આવવું જોઈએ પરંતુ અફસોસ એ છે કે હમણાં કોઇ મોટી ચૂંટણી આવનાર નથી, એટલે ખેડૂતોને રાહત તો ઠીક છે પણ કોઈ લોલીપોપ પણ મળશે નહીં…! એવી ચર્ચાઓ આજે ઠેકઠેકાણે થઈ રહી છે.

🔔🔔🔔🔔🔔🔔🔔🔔

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો