આજથી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી બે દિવસ હીટવેવ ક્નડીશન આવવાની આગાહી સાથે છેલ્લા ત્રણ દિવસથી છુટાછવાયા માવઠાના માહોલ બાદ આજે વહેલી સવારથી ગરમીનું આક્રમણ શરુ થઇ ગયું છે. અને હજી બપોર બાદ કોઇક સ્થળે કમોસમી વરસાદ પડવાનો સંકેત હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
ગયા સપ્તાહથી ચાલુ થયેલો માવઠાનો માહોલ ચાલુ અઠવાડિયામાં પણ છેલ્લા ત્રણ દિવસથી ચાલ્યો આવતા ગઇકાલે પણ ગોંડલ, ધારી, કુંકાવાવ, ભચાઉ સહિતના સ્થળે તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં હજી આજે પણ બપોર બાદ કોઇક સ્થળે માવઠાના સંકેત સાથે આકાશમાંથી કાળઝાળ અગનવર્ષા પણ બે દિવસ માટે થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગઇકાલે સવારથી જ અસહ્ય ઉકળાટ અને ગરમી શરુ થયા બાદ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ ક્નડીશન શરુ થઇ હોય લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. તો આજે પણ વહેલી સવારથી જ સૂર્યદેવતા રીતસર કોપ ઉતારવાનું ચાલુ કર્યું હોય તેમ સવારે 11 વાગ્યે જ પારો 35 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. સાથે જ 30-40 કિ.મી. પ્રતિ કલાકથી ફૂંકાતા પવન જનજીવન જ નહિ નીર્જીવ સૃષ્ટિ પણ પ્રભાવીત બની છે. સાથે બફારો દિવસ રાત લોકોને જંપવા દેતો નથી. જેથી ના છૂટકે લોકોને એસી, ફ્રીઝ જેવા સાધનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
તો આગામી બે દિવસ હીટવેવ ચાલુ રહેવાની આગાહી વચ્ચે કોઇ બિમારીથી પીડાતા દર્દીઓ, વૃધ્ધોને ખાસ સાવચેતી રાખવા દિવસે વધુ પ્રવાહી પીવા,હળવા વસ્ત્રો પહેરી તકેદારી રાખવા સાવચેત કરાયા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…