મોરબી જિલ્લામાંથી પોતાના વતન જવા માટે જરુરી મેડિકલ સર્ટીફિકેટ ક્યાંથી મેળવવુ? જાણવા વાંચો
મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા પરપ્રાંતિય મજૂરોને પોતાના વતન જવા માટેની સરકારની ગાઇડલાઇન જાહેર કરેલ છે. આ ગાઈડલાઇન્સ અનુસાર કોઇ પણ વ્યક્તિ પોતાના વતન જવા ઇચ્છતા હોય તેમણે કોવિડ-19ના કોઇ લક્ષણો ધરાવતા નથી તે મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
આ સંદર્ભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા દ્વારા મોરબી જિલ્લાના સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસર્સને નિયત નમૂનામાં મેડિકલ ચેક અપ કરી સર્ટીફિકેટ આપવાના આદેશો જારી કર્યા છે. મેડિકલ સર્ટીફિકેટ આપવાનો સમય સવારે ૯થી ૧૨.૩૦ અને બપોરે ૨:૦૦થી ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે. કોવીડ-19 મેડીકલ ચેકઅપ માટે મોરબી જિલ્લાના આરોગ્ય કેન્દ્રની યાદી જાહેર કરવામાં આવી છે. જે નિચે મુજબ છે.
મોરબી તાલુકો:- લાલપર, ઘુંટુ, ભરતનગર, આમરણ, રંગપર,
માળીયા તાલુકો:- સરવડ, વવાણિયા, ખાખરેચી
ટંકારા તાલુકો:- નેકનામ, લજાઇ, સાવળી, નેસડા ખા.,
વાકાંનેર તાલુકો:- સિંધાવદર, મેસરીયા, લુણસર, ઢુવા, કોઠી, પીપળીયારાજ, દલડી
હળવદ તાલુકો:- ટીકર રણ, મયુરનગર, રણમલપુર, માથક અને જુના દેવળીયા
ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. જ્યારે જેતપર મચ્છુ, માળીયા, ટંકારા, વાકાંનેર, લુણસર, હળવદ અને ચરાવડા ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ કરાયો છે. મોરબીના શહેરી આરોગ્ય કેન્દ્રમાં સો-ઓરડી, ગોકુલનગર, વિસીપરા, લીલાપર રોડના આરોગ્ય કેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.
પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા લોકોએ નજીકના સેન્ટરમાં જઈને પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. પ્રમાણપત્ર મેળવવાની પ્રકિયા દરમિયાન વધુ ભીડભાડ કરવી નહિ, સામાજિક અંતર જાળવવું, મોં અને નાક ઉપર માસ્ક અથવા તો રૂમાલ બાંધવો વગરે બાબતે તકેદારી રાખવા તેમજ સાથ સહકાર આપવા મોરબી જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા દ્વારા નમ્ર અપીલ કરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…