skip to content

કેશોદના પૂર્વ ધારાસભ્ય સામતભાઇ રાઠોડની એસપી સામે ફરિયાદ

જૂનાગઢ: કેશોદના પૂર્વ ધારાસભ્ય સામતભાઈ રાઠોડ પોતાની કારમાં ત્યાંથી પસાર થતાં તેમની કાર રોકાવી કાર પર લખેલ એક્સ એમ એલ એ દૂર કરાવ્યું હતું તેમજ ધારાસભ્યને આ રીતે ગાડી પર લખવા બદલ 200 રૂપિયાના દંડની પાવતી પણ પકડાવી હતી જે વાતને લઈને પૂર્વ ધારાસભ્ય ને જાણી જોઈને પોતાની બદનક્ષી કરાઇ હોવાનું લાગતા મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે રાવ કરી હતી.

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર તાજેતરમાં કેશોદ ખાતે લોકડાઉન ને લઈને ઉભા થયેલા પ્રશ્નો સંદર્ભે જિલ્લા પોલીસ વડા કેશોદ દોડી ગયા હતા એસ પી કેશોદમા લોકડાઉનના બંદોબસ્ત હતા તે દરમિયાન પુર્વ ધારાસભ્યની કાર ત્યાંથી પસાર થતા જિલ્લા પોલીસ વડાની સુચના થી કાર પર લગાવેલ એકસ (એમ.એલ.એ) એનુ લખાણ દુર કરવાની સુચના આપી આ લખાણ ગેરકાયદેસર હોવાનું પુર્વ ધારાસભ્ય સામતભાઈ રાઠોડ ને જણાવેલ તેમજ આ સબબ ધારાસભ્ય ને રૂપિયા 200 ના દંડની પાઉતી પકડાવતા પૂર્વ ધારાસભ્ય સામતભાઈ રાઠોડ પોતે ભાજપના એક્ષ એમ.એલ.એ હોય અને ગાડી પર તેજ નિયમ મુજબ લખાયેલું હોય કેવું તેમનું માનવું હતું જાહેરમાં આ વાતને લઈને તમાસા જેવી પરિસ્થિતિ ઉભી થતા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ અંગે પત્ર લખી સઘળી હકીકત વર્ણવી હતી જેમાં તેમણે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ પ્રજાના એક પ્રતિનિધિ અને સામાજિક આગેવાન હોય પોતાનું મોરલ તોળવાનુ કૃત્ય કરી સરાજાહેર બદનક્ષી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો એસપી સામે તાત્કાલિક ગેર વહીવટી કામગીરી સબબની કાર્યવાહી કરતો હુકમ કરવા પત્રમાં જણાવ્યું હતુ.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો