Placeholder canvas

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, ખેતીમાં મોટું નુકસાન, મચ્છુ-1 ડેમ થયો ફરી ઓવરફલો

વાંકાનેર: ગઈ કાલે આખો દિવસના ભારે બફારા બાદ સાંજના સમયે હવામાનમાં પલટો આવ્યો હતો અને વાંકાનેર શહેરમાં સામાન્ય જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પા થી ત્રણ ઈંચ સુધી વરસાદ પડ્યાના વાવડ મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને પંચાસીયા, વાંકીયા, કોઠારીયા, અરણીટીંબા, પીપળીયારાજ, વાલાસણ, પ્રતાપગઢ, નવીકલાવડી, જુની કલાવડી, સીંધાવદર, ખીજડીયા, કણકોટ, ખેરવા, અગાભિપીપળીયા, માહિકા અને કોઠી આ બધા જ ગામોમાં બે થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો છે. આસોઈ અને મચ્છુ નદીમાં પાણી પણ આવ્યું છે. આ વરસાદથી મગફળી અને કપાસના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે. તેમજ પશુઓના ચારા માટે ની જુવાર પણ વરસાદમાં પલળી જતા હવે તે પશુ ને ખાવા લાયક રહેશે નહીં તેમજ તાણેલી મગફળી વરસાદમાં પલળી જતા મગફળી નો ચારો ડુર પણ હવે પશુને ને ખાવા લાયક રહેશે નહીં આમ ખેડૂતોને આર્થિક નુકશાની સાથે પશુનો ચારો પણ બગડી ગયો છે.

ગ્રામ્ય વિસ્તારમાં જે નદી નાળા માં પાણી ચાલુ હતું તેમાં વધારો થયો છે અને જે નદી-નાળામાં પાણી ચાલતા બંધ થયા હતા તેમાં ફરી પાછા પાણી વહેવા લાગ્યા છે છેલ્લે રાતના મળેલી માહિતી મુજબ વાંકાનેરનો મચ્છું-1 ડેમ ફરી 0.09 ફૂટથી ઓવરફ્લો થયો છે. ડેમમાંથી 223 ક્યુસેક પાણીની જાવક શરૂ થઈ હતી.

આ વરસાદથી હાલમાં ખેતીમાં ચાલી રહેલ પાક લણવાની સિઝનમાં વરસાદ પડતા મગફળી, તલી, મગ, જુવાર, કપાસ વિગેરે પાકમાં બહુ મોટું નુકસાન થયાની માહિતી મળી છે. ચોમાસા દરમિયાન પણ ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું અને હવે થોડું ઘણું બચ્યું હતું તે આ વરસાદે ખેડૂતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે.

ત્યારે જોવાનું એ રહે છે કે ખેડૂતોના વિકાસ અને ઉન્નતિ માટે કેન્દ્ર સરકાર કૃષિ બિલ લાવ્યું છે અને રાજ્ય સરકાર પણ આ બિલ અને અન્ય બાબતે ખેડૂતોના હિતની બાંગો ફેંકી રહી છે ત્યારે આ ખેડૂતો માટે આવેલી કુદરતી આફતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને કેવી અને કેટલી સહાય આપે છે એ જોવાનું રહ્યું. કે પછી વધુ એક વખત ચાવવાના અને દેખાડવાના અલગ હોવાનું પુરવાર થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો