ટંકારા : કોરોનાને મ્હાત આપી ફરજ પર પરત ફરતા પોલીસકર્મીનું અભિવાદન કરાયું

By Jayesh Bhatashna -Tankara

ટંકારા વિકટ સ્થિતિ વખતે સરકાર ની ગાઇડલાઇન મુજબ કોરોના પોઝીટીવ કેસ મા કન્ટેન્ટમેન્ટ ઝોન ની વ્યવસ્થા સંભાળતા પંથક ના જાણીતા પ્રવિણભાઈ મેવાએ કોરોના ને માત આપી આજે ફરજ પર પરત ફરતા ફોજદાર બી ડી પરમાર સહિત ના સ્ટાફે સન્માન સાથે કામગીરી ને બીરદાવી હોસલાઝાહી કરી હતી.

લોક ડાઉન વખતે મજુરો ની હિજરત થી લઈ ભુખ્યા પરીવાર ની જઠરાગ્નિ ઠારવા અને પોઝીટીવ કેસ નુ સંપુર્ણ રીપોર્ટીગ સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન ની વ્યવસ્થા સંભાળતા ટંકારા પોલીસ ના પ્રવિણભાઈ મેવા ને કોવિન 19 પોઝીટીવ આવ્યા બાદ સારવાર દરમિયાન આજે સંપુર્ણ સ્વસ્થ થતા ફરી ફરજ પર હાજર થતા ટંકારા ના પિ એસ આઈ બી. ડી. પરમાર સહિત બિટ જમાદાર અને પોલીસ જવાનો દ્વારા ફુલ થી સ્વાગત કરી સન્માનિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મેવા ભાઈ પંથક આખામાં જાણીતા સાથે લોક સંપર્ક વાળા અને નાની મોટી ફરિયાદ સિધ્ધિ સંભાળતા હોય મોટુ મિત્રવતુળ ધરાવે છે અને તેના પરિવાર સહિત મિત્ર પોલીસ સ્ટાફ પોઝીટીવ કેસ ને લઇ ચિંતિત હતા ત્યારે આજે કોરોના ને સંપૂર્ણ મહાત આપી ફરજ પર પરત ફર્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 43
  •  
  •  
  •  
  •  
  •  
    43
    Shares