વાંકાનેર: પાંચદ્વારકામાં ગેસનો બાટલો ફાટ્યો: કોઇ જાનહાનિ નહીં,રસોડામાં ભારે નુકસાન

વાંકાનેર: પાંચદ્વારકા ગામે ગેસનો બાટલો ફાટ્યો સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી પરંતુ રસોડું ટોટક લોસ થઈ ગયું છે.

વાંકાનેર તાલુકાના જુના પાંચદ્વારકામાં ગઈકાલે સાંજના છ વાગ્યાની આસપાસ ગેસનો બાટલો ફાટતાં આગ લાગી ગઈ હતી. સદનસીબે રસોડામાં કોઈ મહિલા ન હોવાથી જાનહાની થઈ નથી. પરંતુ રસોડામાં તમામ ઈલેક્ટ્રીક ઉપકરણો છતનું પ્લાસ્ટર અને નીચે ફ્લોરિંગ ટાઇલ્સ તેમજ અન્ય ઘણું બધું નુકસાન થયેલું છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જુના પાંચદ્વારકા ગામમાં રહેતા બાદી સોયબ અબ્દુલરહીમભાઈ ના ઘરે ગઈ કાલ સાંજે 6 વાગ્યે મહિલાએ રસોડામાં ગેસ પર દાળ બાફવા મૂકી હતી અને મહિલા બહાર કોઈ કામ કરી રહી હતી એ દરમિયાન ગેસનો બાટલો ફાટ્યો હતો અને આગ લાગી ગઈ હતી આ ઘટના ઘટતા પરિવારના સભ્યો અને પાડોશીઓ દોડી આવ્યા હતા. દેશના બાટલા પર ભીનું ગોદડું પાણી નાખીને આંખ ઓલવવાની કોશિશ કરવામાં આવી હતી જ્યારે અન્ય યુવાનો કયાંકથી અગ્નિશામક બાટલા લઈ આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •