Placeholder canvas

હળવદ: ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ચકલી ઘર અને માટીના પીવાના પાણીના કુંડાનું વિતરણ કરાયું.

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા 1000 ચકલી ઘર અને 500 પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું.

(શાહરૂખ ચૌહાણ દ્વારા)
હળવદ: ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી સેવાના કાર્ય કરી રહ્યું છે આજુબાજુના વિસ્તારમાં સેવા પુરી પાડી રહ્યું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લુપ્ત થતી ચકલીને બચાવવા માટે ચકલી ઘર અને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા અંદાજે 1000 ચકલી ઘર અને 500 પાણીના કુંડાનું વિનામૂલ્યે લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી ચકલીઓ તથા અન્ય પક્ષીઓને પીવાના પાણી અને રહેવા માટે સગવડ મળી રહે એ હેતુથી ફ્રેન્ડસ યુવા ગ્રુપ હળવદ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી.

આ વિતરણ સફળ બનાવવા ફ્રેન્ડસ યુવા ગ્રુપ તમામ સભ્ય અને સેવાભાવી મિત્રો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો