Placeholder canvas

ચકલી દિવસ: મનસુખભાઇ પ્રજાપતિએ તાલુકા પંચાયત પ્રમુખને પાણીનું કુંડુ ભેટ આપ્યું

વાંકાનેર : તા. 20 માર્ચને સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પહેલાંનાં સમયમાં ઘરનાં આંગણે, ફળિયામાં, વૃક્ષો પર, દરેક સ્થળે ચકલી જોવા મળતી હતી. ઘર આંગણે ચકલીઓનો કલરવ સંભળાતો, જ્યારે હવે ધીમે ધીમે આ નાના એવા જીવની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે.

આજે ચકલી દિવસે વાંકાનેરના મીટ્ટીકુલ વાળા મનસુખભાઈ પ્રજાપતિ આજે ચકલી દિવસના દિવસે તાલુકા પંચાયતના પ્રમુખ પદનો ચાર્જ સાંભળનાર વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાના પતિ ધર્મેન્દ્રસિંહ ઝાલાને પાણીનું કુંડું ભેટ આપીને ચકલી દિવસે ચકલી બચાવોનો મેસેજ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે મનસુખભાઈ પ્રજાપતિએ મીટ્ટીકુલની નાના પાયે થી શરૂઆત કરી હતી, તેઓએ ખૂબ સંઘર્ષ કરીને આજે મીટ્ટીકુલનું સમગ્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં જાણીતું છે. તેઓએ ઘણી બધી પ્રોડકટસ બજારમાં મુકેલ છે. મનસુખભાઈ પ્રજાપતિએ આજે મીટ્ટીકુલ નામે વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. તેઓ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને પ્રમુખની ચેમ્બરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા ને પાણીની કુંડુ ભેટ આપ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો