Placeholder canvas

હળવદ તાલુકામાં આભ ફાટ્યું: ત્રણ કલાકમાં 10 ઇંચ વરસાદ, ૮૦થી વધુ બકરાના મોત

હળવદ તાલુકાનાં કડીયાણા, ચરાડવા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રિઍ માત્ર બેથી ત્રણ કલાકમા 10 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. માલધારીઓના માલ ઢોર ને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. વધુમાં મળતી માહિતી મુજબ કડીયાણા ગામ પાસે માલધારીના ૮૦ જેટલા બકરા અને ચાર ભેંસો વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. જેમની હળવદ તાલુકાના મામલતદાર વી.કે. સોલંકીને જાણ કરવામાં આવેલ છે.

ગત રાત્રિ દરમિયાન કડીયાણા, ચરાડવા, સમળી, ગોકુળિયા સહિતના ગામોમાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો અને માત્ર બેથી ત્રણ કલાકની અંદર ૧૦ ઇંચ જેટલો વરસાદ પડયો હોવાથી ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે વધુમાં મળતી વિગતો મુજબ કડીયાણા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતરમાં ગત રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે બે ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા.જેથી આ પાણીનો નિકાલ કરવા માટે નર્મદા નિગમની કેનાલને તોડીને કેનાલમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો