skip to content

વાંકાનેર:ખખાણા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓમાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી.

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર ના સહયારા પ્રયાસથી વાંકાનેર તાલુકાના ખખાણા ગામે શ્રી ખખાણા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ વિધાર્થીઓએ પોતાની વિચાર શૈલી મુજબ વ્યસનમુકિત અંગેના સંદેશ આપતા વિવિધ ચિત્રો દોર્યા હતા સ્પર્ધામાં વિજેતા જાહેર થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા આર્થિક નુકસાન, વ્યસનની સમાજ પર અસર અને વ્યસન છોડવા માટે માહિતીગાર કરીયા હતા. પ્રા.આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો.ધવલ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારીરિક નુકશાન અંગે માહીતગાર કર્યા હતા. આ પ્રસંગે સિંધાવદર પી.એચ.સી.ના એમ.પી.એચ.ડબ્લ્યુ ધીરેન પંડયા પણ ઉપસ્થિત રહીયા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો