વાંકાનેર,કુવાડવા,ચોટીલામાં ભારે વરસાદથી મચ્છુ 2ના 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા.
મોરબી : મોરબી જિલ્લામાં ગઇકાલ સોમવારે બપોર પછી એકંદરે વરસાદનો વિરામ રહ્યા બાદ માત્ર છુટા છવાયા હલવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા.જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અગાઉથી જ છલોછલ રહેલા મચ્છુ 2 ડેમમાં ભરપૂર પાણીની આવક થતા, મચ્છુ ડેમના 10 દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે.જેના પગલે મચ્છુ નદી ફરી ગાંડીતુર બનતા પોલીસે બેઠોપુલ બંધ કરાવ્યો હતો અને નદી હેઠવાસના લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા.
વાંકાનેર, કુવાડવા અને ચોટીલા વિસ્તારમાં ગઈ રાત્રે ભારે વરસાદ પડ્યો હોબથી મચ્છુ-2 ડેમમાં મોટી માત્રામાં પાણી આવ્યું હતું.જોકે મચ્છુ-2 ડેમ અગાઉથી જ ઓવરફ્લો હોવાથી આ ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને 32320 ક્યુસેક પાણી મચ્છુ-2 ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે.જેના પગલે મચ્છુ નદી ફરી ગાંડીતુર બનીને બે કાંઠે વહી હતી અને મચ્છુ નદી પરના નીચેના બેઠા પુલ ઉપરથી પાણી વહેતા સલામતીના ભાગ રૂપે પોલીસે આ બેઠોપુલ બંધ કરાવી દીધો છે.તેમજ નદી હેઠવાસમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.મચ્છુ નદી બે કાંઠે વહેતી હોવાથી પોલીસે બેઠાપુલ અને નદી હેઠવાસના વિસ્તારમાં અવરજવર બંધ કરાવી દીધી છે.હાલ આ સ્થળે પોલીસનો સ્ટાફ બેઠાપુલ પર બંદોબસ્તમાં ગોઠવાયો છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…