skip to content

વાંકાનેર, ટંકારા અને મોરબીમાં રાત્રે પવન સાથે અડધાથી દોઢ ઈંચ વરસાદ

વાંકાનેર: આજે રાત્રે અચાનક તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આજ રાત્રીના નવ વાગ્યાની આસપાસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. વાંકાનેર, ટંકારા અને મોરબી પંથકમાં તેજ પવન અને ધોધમાર વરસાદ પડ્યો હોવાના માહિતી મળી છે.

આજે બપોર પછી થી ચંદ્રપુર વિસ્તારમાં બે-ત્રણ સારા એવા જ પડી ગયા હતા આજે રાત્રે મોટાભાગનો વિસ્તાર આવરી લીધો હતો. જ્યારે ટંકારા પંથકમાં આજે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યોનો અહેવાલ જયેશભાઇ ભટાસણા આપી છે. ટંકારા પંથકમાં અચાનક વાતવરણમાં પલ્ટો આવતા ગાજવીજ સાથે સાંભેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો. આથી ઠેરઠેર પાણી ભરાયા હતા.આ વરસાદને પગલે ખેતરોમાં લહેરાતા કપાસના,મગફળી,તલી અને જુવારના પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

(જયેશ ભટાસાણીયા-ટંકારા અને શાહરુખ ચૌહાણ-વાંકાનેર)

આ સમાચારને શેર કરો