સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અશ્લીલ હરકતો કરતા યુવક-યુવતીનો વીડિયો/ફોટો વાયરલ


રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૅમ્પસમાં અશ્લીલ ચેનચાળા કરતા યુવક-યુવતીને એક પ્રાધ્યાપકે ઝડપી પાડ્યા હતા.વીડિયો /ફોટોમાં એક ઝાડ નીચે સુતેલી યુવતી અને યુવક જોવા મળે છે. જ્યારે યુવકનું ધ્યાન કેમેરાં સામે પડે છે ત્યારે તે અચાનક જ ઉભો થઈ જાય છે અને પોતાના શર્ટના બટનો બંધ કરવા લાગે છે. કૅમ્પસમાં આ પ્રકારની હરકતોના કારણે શિક્ષણ જગત શર્મશાર થયું છે. જોકે, આ યુવક-યુવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે કે નહીં તેનો ખુલાસો થયો નથી.

રાજકોટની સૌરાષ્ટ્રય યુનિવર્સિટના કૅમ્પસમાં શિક્ષણને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૅમ્પસમાં અશ્વીલ હરકતો કરતા યુવક-યુવતીનો વીડિયો/ફોટો રાજકોટમાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટીમાં શિક્ષણ માટે આવતાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ અશ્લીલ હરકત કરતા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યુ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ વીડિયો કોઈ પ્રાધ્યાપકે જ તૈયાર કર્યો છે.

જાણકારોના મતે યુનિવર્સિટીની બહારના યુવક-યુવતીઓ પણ આ કૅમ્પસમાં આવી અને એકલતાનો લાભ લઈ જાહેરમાં આવી હરકતો કરે છે જેના કારણે યુનિવર્સિટીની આબરૂના જાહેરમાં ધજાગરા થાય છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો