Placeholder canvas

ગુરુપ્રસાદ મહાપાત્ર ગુજરાતનાં નવા મુખ્ય સચિવની રેસમાં સૌથી આગળ

ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘનું એક્સ્ટેન્શન આ મહિને પૂરું થઈ રહ્યું છે. તેમની જગ્યાએ પહેલી ડિસેમ્બરે રાજ્યના વહીવટી તંત્રનું સુકાન કોણ સંભાળશે, આ અંગે હાલ અટકળો લગાવવામાં આવી રહી છે. જાણકાર સૂત્રોનું માનીએ તો આ રેસમાં ડો. ગુરુપ્રસાદ મહાપાત્રનું નામ મોખરે બોલાઇ રહ્યું છે. 1986 બેચનાં આ સિનિયર અધિકારી અત્યારે કેન્દ્ર સરકારમાં ત્રણ મહિનાથી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડમાં સેક્રેટરી છે.

ઓક્ટોબર 2014માં મહાપાત્ર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદેથી સીધા કેન્દ્રમાં કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડિરેકટર તરીકેની કામગીરી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ યોજના સુપેરે પાર પાડી દેશમાં નવા એરપોર્ટ વિકસાવવાની જવાબદારી પણ તેમણે નિભાવી છે.

તેઓ જુલાઇ- 2016માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે દિલ્હીમાં શિફ્ટ થયા હતાં. આ અધિકારી છેલ્લે રાજ્યમાં વાણિજ્યક કર કમિશનરની મહત્ત્વની જગ્યાએ હતા. જોકે, વહીવટી તંત્રના સુકાનીના મહત્ત્વના પોસ્ટિંગ માટે ડો. ગુરુપ્રસાદ મહાપાત્ર ઉપરાંત અન્ય ઘણાં અધિકારીઓ લાઇનમાં છે.

મહત્વનું છે કે, ગુરુપ્રસાદ મહાપાત્રાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કર્યું છે. તેમણે બીઆરટીએસ, સાબરમતી રીવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ જેવા કામો કર્યા છે. સૂરત મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ નોંધપાત્ર કામ કર્યું હતું. ગુજરાતના કોમર્શિયલ ટેક્સ કમિશનર અને ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે પણ તેમણે ગુજરાત સરકારમાં કામ કર્યું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો