ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સના ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર
ગુજકેટની પરીક્ષામાં વાંકાનેરમાં ટોપ-૩માં પાંચ વિદ્યાર્થીઓ….
આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટનું પરિણામ જાહેરમાં કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજકેટની પરીક્ષા આપવા માટે A ગ્રુપના કુલ 48,172 વિધાર્થીઓ, B ગ્રુપના કુલ 69,377 વિધાર્થીઓ અને AB ગ્રુપના 383 વિદ્યાર્થીઓ મળીને કુલ 1,17,932 વિધાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી A ગ્રુપના 46013, B ગ્રુપના 66909 વિધાર્થીઓ અને AB ગૃપના 280 વિદ્યાર્થીઓ એમ કુલ 1,13,202 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં A ગ્રુપના કુલ 474 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં 99 થી વધુ PR મેળવેલો છે. જ્યારે B ગ્રુપ ના 678 થી વધુ વિદ્યાર્થીઓએ 99 થી વધુ PR મેળવેલો છે.
ગુજકેટમાં વાંકાનેર ટોપ-૩માં આવેલા પાંચે પાંચ વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના…
વાંકાનેર કેન્દ્રમાં ગુજકેટની પરીક્ષામાં વાંકાનેટ ટોપ-3માં કુલ પાંચ વિદ્યાર્થીનો સમાવેશ થયો છે આ પાંચે પાંચ વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે. કપ્તાને વાંકાનેર કેન્દ્રમાં ટોપ થ્રીમાં આવેલા વિદ્યાર્થીઓની વિસ્તૃત માહિતી મેળવી છે જે અત્રે પ્રસ્તુત છે.
વાંકાનેર કેન્દ્રમાં પ્રાથમ:-
વાંકાનેર કેન્દ્રમાં 113.75 ગુણ સાથે પ્રથમ ક્રમે શેરસિયા અલીના મહેબુબભાઇ આવેલ છે. જેનો PR 99.92 છે. અલીના જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીની છે. PR ની દ્રષ્ટિએ આકલન કરીએ તો અલીના સમગ્ર રાજ્યના પ્રથમ 50 વિધાર્થીઓમા આવેલ છે. જે વાંકાનેર કેન્દ્ર માટે ગૌરવની વાત છે. અલીના આ સફળતા માટે શાળાની સખત મહેનત અને માતા-પિતાની હુંફને કારણરૂપ માને છે. અલીનાના માતા-પિતા બન્ને ડોક્ટર છે તેઓ સુકુન ક્લિનિકના ડૉ. મહેબુબ શેરસિયા અને ડૉ. ઈસ્મતબેન શેરસિયાની પુત્રી છે. અલીના હાલ શાળાના કોચિંગ હેઠળ આગામી સપ્ટેમબર માસમાં લેવાનાર NEET પરિક્ષાની તૈયારી કરી રહી છે. જેમાં ઉજ્જ્વળ દેખાવ કરી તે M.B.B.S. માં એડમિશન લેવા ઇચ્છે છે.
વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય :-
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય ક્રમે માથકિયા સાબિર વલીમામદભાઇ આવેલ છે. તેમણે 111.25 ગુણ મેળવેલ છે. તેનો PR 99.78 છે. જે તાલુકા હેલ્થ ઓફિસમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને વાંકાનેર તાલુકાના તીથવા ગામના વતની એવા માથકીયા વલીમામદભાઈ હશનભાઈના પુત્ર છે. આ વિધાર્થી પણ જ્ઞાનગંગા સ્કૂલનો છે. શાબિર હાલ શાળાના કોચિંગ હેઠળ આગામી સપ્ટેમબર માસમાં લેવાનાર NEET પરિક્ષાની તૈયારી કરી રહયો છે. જેમાં ઉજ્જ્વળ દેખાવ કરી તે M.B.B.S. માં એડમિશન લેવા ઇચ્છે છે.
વાંકાનેર કેન્દ્રમાં તૃતીય:-
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં તૃતીય ક્રમે ત્રણ વિદ્યાર્થીઓ છે. આ ત્રણેય વિધાર્થીઓએ 106.25 ગુણ અને 99.29 PR પ્રાપ્ત કરેલ છે. આ ત્રણ વિધાર્થીઓ પટેલ કૃતિ હરેશભાઇ, ડાભી રાહુલ હેમુભાઇ અને કારેલીયા અશ્વીન મનસુખભાઇ છે. આ ત્રણેય વિધાર્થીઓ પણ જ્ઞાનગંગા સ્કૂલના છે.
આમ, આ વખતે વાંકાનેર કેન્દ્રના પ્રથમ 1 થી 3 ક્રમ પર આવેલ તમામ વિધાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે. કપ્તાન ટીમ આ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews