Corona: ગુજરાતની હાઈ જમ્પ, આઠમાં નંબરથી સીધી ત્રીજા નંબર પર !
દેશમાં કોરોના સંક્રમણને લઈને કેન્દ્ર સરકારની અપડેટ મુજબ આજે દેશમાં સૌથી વધારે કેસો ગુજરાતમાં નોંધાયા છે. દેશમાં આજે નોંધાયેલા કુલ નવા કેસો679 છે જેમાં ગુજરાતના જ કેસો 367 નોંધાયા છે. દેશમાં ગુજરાત 8મા નંબર પરથી હવે સીધું ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર, દિલ્હી પછી ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંક્યા વધીને 16402 થઈ છે. તો મૃત્યુ આંક પણ 500 પ્લસ થઈ ગયો છે.
Coronaમાં 538 લોકોના મોત
દેશમાં અત્યાર સુધી કોરોનાને લઈને 538 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના 2601 લોકોને રીકવર પણ થયો છે. હજુ પણ દેશમાં 13263 કેસ નોંધાયા છે. આજે દેશમાં વધુ નવા 17 લોકોના મોત થયા છે જેમાં ગુજરાતના સૌથી વધારે 10 લોકોના મોત થયા છે. ગુજરાતમાં હાલની સ્થિતિ જોતાં કાલ સવાર સુધી દેશમાં બીજા નંબરનું કોરોના સંક્રમિત રાજ્ય બને તો નવાઈ નહીં. દેશમાં એક સમયના બે જોડિયા રાજ્યો આજે કોરોના સંક્રમણથી ખૂબજ હાલત ખરાબ થઈ છે.
Coronaના 54.05 ટકા કેસ ફક્ત ગુજરાતમાં
દેશમાં કુલ નોંધાયેલા કેસોના 54.05 ટકા કેસ ફક્ત ગુજરાતમાં નોંધાયા. ગુજરાત માટે આ ખૂબજ દયનીય સ્થિતિ દર્શાવી રહી છે. ગુજરાતમાં 367 કેસો બાદ તામિલનાડુમાં નવા 105 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 80 કેસ તો મધ્યપ્રદેશમાં ફક્ત 5 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં હજુ અપડેટ નથી અથવા તો આજે નવા કેસ નોંધાયા નથી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…