અમિત ચાવડાએ દર્દીઓ સાથે સિવીલમાં શું થાય છે તેનો વીડિયો શેર કર્યો અને તંત્રની પોલ ઉઘડી ગઈ
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ એક વીડિયો ટ્વીટ કરીને દર્દીઓની હાલત ઉજાગર કરતાં હડકંપ મચી ગયો છે. આ વીડિયોમાં લોકોએ સિવીલ હોસ્પિટલ દ્રારા અપૂરતી સેવાઓ મળતી હોવાની વાત વહેતી મુકી છે. એક તરફ ગુજરાત કોરોનાના કેસના મુદ્દે હવે ટોપ થ્રીમાં આવી ગયું છે ત્યારે બીજી તરફ વિકાસશીલ ગુજરાતનો આ વીડિયો સરકારની પોલ ખોલી રહ્યો છે. બે દિવસ પહેલાં અહીં 25 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેઓ પોઝીટીવ સામે આવ્યા હતા. આજે ત્રણ વાગ્યાથી સિવિલ હોસ્પિટલની નીચે એકધારી રાહ જોવા છતાં કોઈ આવ્યું નહોતું. વીડિયોમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ યોગ્ય જવાબ નથી આપી રહ્યું અને તોછડાઈપૂર્વક વાતો કરવામાં આવી રહી છે.
આ વીડિયો બનાવી દર્દીઓ સરકારના કાને વાત પહોંચે અને તેમને તાત્કાલિક સારવાર મળે આ માટે બનાવી રહ્યા છે. વીડિયોનું વજન એટલા માટે વધી જાય છે કારણ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્રારા શેર કરવામાં આવ્યો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…