ગુજરાતમાંથી ચોમાસાને જવાનુ મન નથી થતુ: ફરી 2 દિવસ વરસાદની આગાહી..!!

હાલમા તો સૌરાષ્ટ્રમાં વાતાવરણ અને આકાશ નવા નવા રંગ-રૂપ દેખાડી રહ્યું છે. અહીં ભર શિયાળામા વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. તો તડકો પણ એન્ટ્રી કરતો રહ્યો છે. જોકે દિવસ દરમિયાન મોટેભાગે વાદળ છાયા વાતાવરણને કારણે હવામાનમાં ગરબડ સર્જાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને ધ્યાને રાખી હવામાન ખાતાએ રાજકોટ, પોરબંદર અને દ્વારકા પંથકમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો તાપમાનમાં પણ ચારથી પાંચ સેલ્સિયસ ઊંચકાતા પરોઢીયે લાગતી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પશ્ચિમી અવરોધના પગલે આજે આકાશમા પાંખા અને ઉંચા વાદળો દેખાયા છે.

આજ અને કાલ એમ બે દિવસ સુધી હવામાન અસ્તવ્યસ્ત રહેવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આવતીકાલ તા.28ને મંગળવારે જામનગર, દિવ સહિતના પંથકમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્રમાં વાદળોના પગલે બપોરનું મહત્તમ તાપમાન ૩૦ સેલ્સિયસ નીચે રહ્યું હતું. જો કે હવામાન ખાતાએ બુધવારથી ઠંડીમાં ઘટાડો થવાની તેમજ હવામાન ચોખ્ખુ થવા સાથે ઠંડીનો ચમકારો થવાની આગાહી કરી છે.

આ સમાચારને શેર કરો