skip to content

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા વીરજી ઠુમ્મર નક્કી..?

ગુજરાતના કોંગી નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક બાદ ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ નહીં બને પરંતુ તેમની ભૂમિકા હવે ગુજરાત માટે અહેમદ પટેલ જેવી બનશે તેવું સ્પષ્ટ થયું છે. સોલંકીને કોંગ્રેસ ગુજરાતમાં કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવશે.કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષ નેતા પદે વીરજી ઠુમ્મર લગભગ નિશ્ચિત મનાય છે.

આ બંને નેતાની નિયુક્તિ સાથે કોંગ્રેસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત પાટીદાર અને ઓબીસીને પ્રતિનિધિત્વના સમીકરણ પણ સાચવી લેશે. હાર્દિકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે યથાવત્ રાખવામાં આવશે. ગુજરાતની ચૂંટણી ઉપરાંત અન્ય રાજ્યોની ચૂંટણીઓ માટે પણ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમારને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો