વાંકાનેર: અચિવર્સ એકેડમી LRD પોલીસ કોન્સ્ટેબલની ઓનલાઇન અરજી ફ્રીમાં કરી આપશે.
લાયકાત:- ધોરણ 12 પાસ, ઉંમર:- 18 થી 34, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ (CCC) જરૂરી, છેલ્લી તા. તા. 09/11/2021
(Promotional Artical)
ગુજરાત રાજ્યમાં LRD (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યા જાહેર કરી છે. આ LRDની ભરતીની જાહેરાત તા.23/10/2021ને શનિવારે થઈ અને તે સાથે જ તે માટેના ફોર્મ ઓનલાઈન ભરાવાના શરૂ થઈ ગયા છે. આ ભરતીમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ હોય અને ઉંમર 18 થી 34 વર્ષની હોય એ અરજી કરી શકશે. આ ભરતીમાં સરકારે ઉંમરમાં એક વર્ષની છૂટ આપીને ૩૪ વર્ષ વયમર્યાદા રાખવામાં આવી છે. વય મર્યાદામાં અનામત કેટેગરીમાં પાંચ વર્ષની છૂટછાટ મળશે. આ પોલીસ કોન્સ્ટેબલની અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ફોર્મ ભરાવાની છેલ્લી તા. 09/11/2021 છે. આ ફોર્મ ભરવા માટે ધોરણ 12 પાસનું સટીફિકેટ, CCC અને ઉંમરનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ જરૂરી છે.
પોલીસ કોન્સ્ટેબલનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ઓનલાઈન ફોર્મ વાંકાનેરમાં અચીવર્સ એકેડમી પોલીસ કોન્સ્ટેબલનું ઓનલાઈન ફોર્મ કોઇપણ ચાર્જ લીધા વગર તદ્દન ફ્રીમાં આગામી સોમ, મંગળ અને બુધવારે ભરી આપશે, એ માટેના જરૂરી ડોક્યુમેન્ટ સાથે અચીવર્સ એકેડમીમાં સંપર્ક કરવો.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં અચીવર્સ એકેડમી એકમાત્ર એવી સંસ્થા છે કે જે સરકારી ભરતીઓ માટે લેવાતી પરીક્ષાઓની તૈયારી કરાવે છે. આ એકેડેમીની ચારથી વધુ બેચ શરૂ થઈ ચૂકી છે અને સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટેની પાંચમી મેચ ટૂંક સમયમાં શરૂ થનાર છે. જે વિદ્યાર્થીઓ આ બેચમાં જોડાવા ઈચ્છતા હોય તેઓએ અચીવર્સ એકેડમીનો સંપર્ક કરવો.