ટંકારા: નાના એવા સાવડી ગામના નિતીન ગોસરાએ GPSC પરીક્ષા પાસ કરી
By Arif Divan
ટંકારા: ઉત્સાહી મહેનતુ નિતીન જગદીશભાઈ ગોસરા જી.પી.એસ.સી ની પરીક્ષા માં બીજું સ્થાન મેળવી ટંકારા લેવા પાટીદાર સમાજનું અને ટંકારા તાલુકાના સાવડી ગામનું ગૌરવ વધાર્યું છે. જેથી સમગ્ર ગ્રામજનો અને વિદ્યાર્થી સાથે મિત્રો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. મોરબી પંથકમાં પાટીદાર સમાજનું મોટી સંખ્યામાં વસ્તી છે જેમાં નાનકડા એવા સાવડી ગામે પાટીદાર યુવા સિતારો ચમક્યો છે.
નિતીન જગદીશભાઈ ગોસરા એ સખ્ત મહેનત કરીને સફળતા મેળવી છે, તેવો તાજેતરમાં જીપીએસસીની પરીક્ષામા બીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે. તેવોએ મિકેનિકલ એન્જિનિયર સુધી અભ્યાસ કર્યો છે. આ જીપીએસસીમાં 21 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાં નિતીન જગદીશભાઈ ગોસરાએ બીજો ક્રમ મેળવીને ટંકારા પંથકનું અને પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટના રેલવેમાં જોબ ચાલુ છે. આ પાટીદાર સમાજના તેજસ્વી તારલાને તેના મોબાઈલ નંબર 8238625085 ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.