વાંકાનેરમાં હોમગાર્ડ જવાનોની પ્રમાણિકતા પૈસા ભરેલું પાકીટ મૂળમાલિકને પરત કર્યું

By Arif Diwan

વાંકાનેરના ચાવડી ચોક ખાતે ગત તારીખ 13/ 9/ 2020 ના રોજ મોડી રાત્રે આશરે બારેક વાગ્યાના સમય દરમ્યાન નાઈટ પેટ્રોલિંગમાં હોમગાર્ડના યુવાનો લટાર મારી રહ્યા હતા તે સમય દરમ્યાન ચાવડી ચોકમાંથી એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ તેમજ રૂપિયા હતા તે મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ચાવડી ચોક પાસેની પોલીસ ચોકી પાસે હોમગાર્ડ જવાન અમિતભાઈ દલસાણીયા અને તેમના સાથી તેમના મિત્ર કેતન દલસાણીયા બંને યુવાનો હોમગાર્ડમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે તેઓને પાકીટ મળ્યુ હતું, જેમાં મહત્વના ડોક્યુમેન્ટ અને પૈસા મૂળ માલિકને અડધી રાત્રે શોધી પરત કરી પ્રમાણિકતાનીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજના આધુનિક યુગમાં અને આવી કારમી મોંઘવારીમાં મંદીના માહોલમાં પણ વાંકાનેરમાં માનવતાની મહેક અને પ્રામાણિકતાની ઝલક હોમગાર્ડ જવાનો દેખાડી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો