ટંકારાના અનેક ગામોમાં થાળીનાદ, ઘંટનાદ અને શંખનાદથી સેવાકર્મીઓનું અભૂતપૂર્વ અભિવાદન
by ramesh thakor -Hadmatiya
તમામ લોકોએ કોરોના સામેની લડાઈ માટે ઘરમાં જ રહીને વડાપ્રધાન મોદીની પહેલ મુજબ ગઈ કાલ સાંજે પાંચ વાગ્યે પોતા પોતાના ઘરે થાળીનાદ કરીને દેશ માટે કામ કરનાર તમામ સેવા કર્મીઓને પ્રોત્સાહિત કર્યા.
વડાપ્રધાન મોદીની પહેલને પગલે હડમતિયા, સજજનપર, લજાઈ, વિરપર નશીતપર જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સામેની લડાઈ માટે જનતા કર્ફયુને અભૂતપૂર્વ સમર્થન કર્યું હતું. સાથે આજે જનતા કર્ફયુના દિવસે ટંકારાના અનેક ગામના લોકોએ ઠેરઠેર થાળીનાદ કરીને સેવાકર્મીઓનું અભૂતપૂર્વ અભિવાદન કર્યું હતું.તમામ લોકોએ કોરોના સામેની લડાઈ માટે ઘરમાં જ રહીને વડાપ્રધાન મોદીની પહેલ મુજબ સાંજે પાંચ વાગ્યે પોતા પોતાના ઘરે થાળીનાદ કરીને દેશ માટે કામ કરનાર તમામ સેવા કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ટંકારાના અનેક ગામ શિસ્તબદ્ધ રીતે જનતા કર્ફયુને સમર્થન આપીને ઘરોમાં જ સાવચેત રહી અને કોરોનાને ભગાવોનો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન મોદીની જનતા કર્ફયુની પહેલને ટંકારાવાસીઓએ વધાવી લઈને સજ્જડ બંધ પાળ્યો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારની બજારો સહિત આખો તાલુકો શિસ્તબદ્ધ રીતે સજ્જડ બંધ રહ્યો હતો.કોરોના જેવી મહામારી સામે દેશવાસીઓને બચાવવા માટે અનેક સેવાકર્મીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.આથી જનતા કર્ફયુના દિવસે સાંજે પાંચ વાગ્યે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશવાસીઓને આવા સેવાકર્મીઓને પ્રોત્સાહિત કરવા દરેકને પોતાના ઘરે થાળી કે ઘંટડી કે અન્ય કોઈ અવાજ કરીને તેમનું અભિવાદન કરવાની પહેલ કરી હતી.
આ પહેલને પણ ટંકારાવાસીઓએ ઉમળકાભેર ઝીલી લીધી હતી.જેમાં આજે સાંજે પાંચ વાગતાની સાથે જ લોકો ઘરની બહાર આવી ગયા હતા.લોકોએ થાળી ,ઘટડી વગાડીને કોરોના જેવી મહામારી વચ્ચે પણ દેશ, ગ્રામ્ય અને શહેરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા તમામ સેવાકર્મીઓનું અભિવાદન કર્યું હતું. આજે લોકો અને બાળકો ઘરોમાંથી બહાર નીકળી બાલ્કનીમાં કે અન્ય જગ્યાએ ઉભા રહીને થાળી શંખ ,ઘટડી તેમજ જે હાથ લાગ્યું તે સઘન વગાડીને તમામ સેવાકર્મીઓનું અભિવાદન કર્યું હતું.