વાંકાનેર: તીથવા ગામે પોલીસ ઉપર હુમલો કરતાં બુટલેગરો
વાંકાનેર: તાલુકાના તીથવા ગામ ખાતે ગત તારીખ 21/ 3 /2020ના રોજ તાલુકા પોલીસની ટીમ પોતાની અલ્ટો કાર જીજે 03 એચ કે 1442 લઈને ટીમના મનીષકુમાર બારૈયા પોલીસ હેડ કોન્સ્ટેબલ તેમજ હરિશ્ચંદ્રસિંહ ઝાલા બંને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તીથવા ગામ ની સીમમાંથી શંકાસ્પદ બે શખ્સો નજરે પડતાં તેના હાથમાં કપડાંનું પોટલું હતું જે પોટલામાંથી અંગ્રેજી દારૂની બોટલાની નંગ 12 મળી આવેલ હોય જે અંગે આરોપી નંબર 1 સહદેવ ભાઈ સાદુળભાઈ ફાંગલીયા આરોપી નંબર 2 ધીરુભાઈ બચુભાઈ જખણીયા બંને આરોપી ને રોકી કપડામાં વીટેલ પોટલા અંગે પૂછપરછ કરતાં કે જેમાંથી એક સહદેવ ફાંગલીયા પોલીસને ચકમો આપી ભાગી જતા આરોપી નંબર 2 ના ધીરુભાઈ જખણીયા ને અટકમાં લઇ તિથવા ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસ મથકે લાવી રહ્યા હતા તે સમય દરમિયાન તીથવા નજીક આવેલા જડેશ્વર રોડ પરના ભંગેશ્વર મંદિર નજીક પોલીસ આરોપીને લઇને પહોંચી ત્યારે નાસી છૂટેલો સહદેવ ફાંગલીયા અન્ય સાત જેટલા વ્યક્તિઓને લઇ પોલીસ પર હુમલો કરી પોલીસ કર્મચારી ને ઇજાગ્રસ્ત કરી તમામ આરોપીઓ નાસી છૂટયા હતા.
તેમજ જે આરોપીને પોલીસ પકડીને લાવી રહી હતી તેમને પણ છોડાવીને નાસી છૂટયા હતા. અને ધમકી પણ આપેલ કે જો તિથવ ગામમાં પાછા રેઇડ કરવા આવ્યા તો જીવતા પાછા નહિ જાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મનીષકુમાર બારૈયા પોલીસ હેડ કોસ્ટેબલે નવ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે જેમાં (1)સહદેવ ફાંગલીયા(૨) કમલેશ ફાંગલીયા(૩) નિકુલ ફાંગલીયા(૪) જગાભાઈ કોળી(૫) વિપુલ ઉર્ફે શેટ્ટી કોળી(૬) વિશાલભાઈ ફાંગલીયા(૭) પંકજ ઉર્ફે પ્રકાશ ફાંગલીયા(૮) અશ્વિન કોળી(૯) ધીરૂ જખાણીયા સહિતના નવ જેટલા શખ્સો સામે પોલીસ પર હુમલો કરવો ગેરકાયદેસર મંડળી રચી ગુનાહિત કાવતરું કરવું, ફરજ માં રૂકાવટ જેવા ગુનાહિત કામો માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે અંગે પોલીસ મથકમાંથી મળેલ વિગત મુજબ ipc કલમ ૩૩૨. ૩૫૩. ૩૩૯. ૨૨૪ અને ૨૨૫ ૧૨૦( બી) ૪૨૭. ૫૦૬(૨) ૧૪૩. ૧૪૭. ૧૪૮. ૧૪૯. તથા જી.પી.એકટ ની કલમ 135 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે