Placeholder canvas

બામણબોર: ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોડ ત્રાટકી, રેતી અને ખનીજ ભરેલા 10 ટ્રક પકડાયા.

ખનિજ ચોરીનું જબરું કૌભાંડ ખુલે તેવી સંભવના

આજ સવારે ગાંધીનગર ખાણખનીજ વિભાગના ફ્લાઈંગ સ્કવોડ અધિકારી હસમુખ કાનગડના નેજા હેઠળ ત્રાટકી હતી અને રાજકોટ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હદમાં આવેલ બામણબોર નજીકથી ચામુંડા હોટલ પાસે દસેક મોટા ટ્રક કબજે કર્યા હતા,જેમાં લાખોનો ખનીજ,રેતી,કપચી અને મેટલનો જથ્થો મોટા પ્રમાણામાં કબજે કર્યો હતો.

જ્યારે 6 ટ્રક કુવાડવા વિસ્તારની પોલીસવાને અને ફ્લાઈંગ સ્કવોડ કુવાડવા પોલીસ સ્ટેશને રવાના થયા છે, 4થી 5 ટ્રકના ડ્રાઈવરો ટ્રકની ચાવી લઈને નાસી ગયા હતા,આ ટ્રક પોલીસે ચામુંડા હોટલ પાસે કબજે કર્યા છે, ટ્રકના ડ્રાઈવર અને માલિકની તપાસ હાથ ધરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,સુરેન્દ્રનગર વિસ્તારમાંથી ખનીજ ચોરીનું જબરું નેટવર્ક વર્ષોથી ચાલે છે.ખનીજ ચોરો પોલીસ કરતા પણ જબરું પેટ્રોલીંગ નેટવર્ક ધરાવે છે. પોલીસ વિભાગ કે કોઇપણ ટુકડી રોડ પરથી પસાર થાય એટલે તમામને એલર્ટ કરી દેવાનું નેટવર્ક ચાલે છે.

પોલીસ કે ખાણખનીજના ચેકીંગ નેટવર્કને પણ આટી મારે તેવા આયોજનને અંધારામાં રાખી ગાંધીનગર ખાણખનીજ વિભાગની ટુકડી આજે વહેલી સવારે બામણબોર નજીક ત્રાટકી હતી અને 10 ટ્રક કબજે કરી હતી. ખાણખનીજ ચોરીનું જબરું નેટવર્ક બહાર લાવે તેવી સંભાવના છે. જો કે આ પકડાયેલા ટ્રક અંગે ઊંડી તપાસ થાય તો સ્થાનિક હપ્તા ખોરીનું નેટવર્ક પણ બહાર આવે તેવી સંભાવના હોવાનું જાણકારો ચર્ચી રહ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો