વાંકાનેર: સિવિલ હોસ્પિટલમાં 6 દિવસમાં 9 ડેંગ્યુના કેસ નોંધાયા

વાંકાનેર સમગ્ર ગુજરાતમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી રહેલ છે ત્યારે આ ડેન્ગ્યુનું આગમન હવે વાંકાનેરમાં થઈ ચુક્યુ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ દિવસમાં કુલ 9 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જેમાંથી 6 ડેન્ગ્યુના કેસ વાંકાનેર શહેર માંથી છે અને 3 કેશ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે વાંકાનેર શહેરમાં રહેતા એક વાળંદ યુવકનું ડેન્ગ્યુના લીધે મૃત્યુ થયું છે.

વાંકાનેર સિવિલ હોસ્પિટલ નું નવું બિલ્ડીંગ સરકારે કરોડો રૂપિયા ખર્ચે બનાવી આપ્યું છે પરંતુ આ સમગ્ર દવાખાનું માત્ર બે જુનિયર એમબીબીએસ ડોકટરથી ચાલી રહ્યું છે. આ સિવિલ હોસ્પિટલમાં એક પણ ફિઝિશિયન રેગ્યુલર નથી, જેના કારણે વાંકાનેરની ગરીબ અને સામાન્ય પ્રજા ભારે પરેશાન થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર ગોસાઈ ઉપર હુમલો થયો હતો તેમની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકે નોંધાયેલી છે. આ હુમલા બાદ ડોક્ટર ગોસાઈ રજા ઉપર ઉતરી ગયા છે અને જેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલના એકમાત્ર ફિઝિશિયન જતા રહેતા વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ફિઝિશિયન વગરની થઈ ગઈ છે. જેના પરિણામે વાંકાનેરની સામાન્ય જનતાને ફિઝીશીયનનિ તબીબી સેવા મળતી બંધ થઈ ગઈ છે. જેમના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે અને આર્થિક નુકશાની ભોગવી રહ્યા છે. આ લોકોની પરેશાની માટે કોઇ આગેવાન આગળ આવતું નથી ત્યારે સ્વભાવિક પણ એક પ્રશ્ન થાય કે લોકોને મળતી સુવિધા બંધ કરાવી એમને જ શું લોકસેવા કહેવાતી હશે?

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો