Placeholder canvas

૧લી માર્ચથી વાંકાનેર-મોરબી વચ્ચે ત્રણ ડેમુ ટ્રેન ચાલુ થશે.

આગામી ૧લી માર્ચથી વાંકાનેર મોરબી વચ્ચે દરરોજ v32 મૂત્ર ચાલુ થવા જઈ રહી છે જેમનું 27 ફેબ્રુઆરીથી ટીકીટ બુકીંગ શરૂ થશે.

પશ્ચિમ રેલવે દ્વારા 1 માર્ચથી વાંકાનેર- મોરબી વચ્ચે દિવસમાં ત્રણ ડેમુ સ્પેશીયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ટ્રેનની વિગત નીચે મુજબ છે.

ટ્રેન નં. 09441/09442

ટ્રેન નં.09441 વાંકાનેર- મોરબી સ્પેશીયલ વાંકાનેરથી દરરોજ સવારે 7 :10 વાગ્યે ઉપડશે.લ અને 7:55એ મોરબી પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. 09442 મોરબી- વાંકાનેર સ્પેશીયલ દરરોજ સવારે 8:10 વાગ્યે મોરબીથી રવાના થશે. જે 8:55એ વાંકાનેર પહોંચશે. આ બન્ને ટ્રેન ધુવા, મકનસર અને નઝરબાગ સ્ટેશન ઉપર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ કલાસ સીટીંગ પણ ઉપલબ્ધ છે.

ટ્રેન નં. 09443/09444

ટ્રેન નં. 09443 વાંકાનેર- મોરબી સ્પેશીયલ દરરોજ વાંકાનેરથી 9:30 વાગ્યે ઉપડશે. અને 10:15 વાગ્યે મોરબી પહોંચશે. ટ્રેન નં. 09442 મોરબી- વાંકાનેર સ્પેશીયલ દરરોજ મોરબીથી બપોરે 1:05 વાગ્યે ઉપડશે અને 1:50એ વાંકાનેર પહોંચશે. આ ટ્રેન ધુવા, મકનસર, રફાળેશ્વર અને નઝરબાગ સ્ટેશન ખાતે રોકાશે. ટ્રેનમાં સેકન્ડ કલાસ સીટીંગ કોચ પણ ઉપલબ્ધ છે.

ટ્રેન નં. 09439/09440

ટ્રેન નં. 09439 વાંકાનેર- મોરબી ડેમુ સ્પેશીયલ દરરોજ વાંકાનેરથી સાંજે 7:20 વાગ્યે ઉપડશે અને 8:05 વાગ્યે મોરબી પહોંચશે. ટ્રેન નં. 09440 મોરબી- વાંકાનેર સ્પેશીયલ મોરબીથી રાત્રે 8:20 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:05 વાગ્યે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન મકનસર રફાળેશ્વર અને નઝરબાગ સ્ટેશન ખાતે રોકાશે. ટ્રેનમાં સેકન્ડ કલાસ સીટીંગ કોચ પણ ઉપલબ્ધ છે.

આ સમાચારને શેર કરો