વાંકાનેરમાં 24મીથી નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન

વાંકાનેર : શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર, ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા તારીખ 24/05/2024 થી 31/05/2024 દરમ્યાન ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે સવારે 6:00થી 7:30 કલાક સુધી તેમજ ગાયત્રી શક્તિપીઠ, સંસ્કાર ભવન હોલ, વાંકાનેર ખાતે સાંજે 06:00 થી 07:30 કલાક દરમ્યાન નિ:શુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય પોતાની જાતને સુખમય તથા શક્તિ સંપન્ન બનાવવાનો છે. નિરોગી અને સબળ શરીરના માધ્યમથી આ ઉદ્દેશ્ય પાર પાડી શકાય છે. ગુરુદેવ રામ શર્મા આચાર્યનો નારો છે કે, સ્વસ્થ શરીર-સ્વચ્છ મન-સભ્ય સમાજ એ અભિયાન અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારના પ્રતિનિધિ રામસિંહજી યાદવ (યોગાચાર્ય) શાંતિકુંજ હરિદ્વાર હેઠળ યોગ અને આસન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં કોઈ પણ ભાઈ – બહેનો વિના મૂલ્ય ભાગ લઈ શકશે. વધુ વિગત માટે અશ્વિનભાઈ રાવલ (મો.નં.98251 20978), રાહુલ જોબનપુત્રા (મો.નં. 92650 66096)નો સંપર્ક કરવો.

આ સમાચારને શેર કરો