Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળીની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા, ત્રણ આરોપી નાસી ગયા

રોકડ અને મોબાઈલ સહીત રૂ ૧.૦૪ લાખનો મુદામાલ જપ્ત

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો કરીને જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા હતા તો રેડ દરમિયાન ત્રણ આરોપી નાસી ગયા હતા.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાં તીથવા જવાના રસ્તે જુગાર રમાતો હોય જે બાતમીને આધારે ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મહેબુબ આહમદ શેરશીયા (ઉ.વ.39) રહે. રાજાવડલા, ફિરોજ મહમદ શેરશીયા (ઉ.વ.36) રહે. રાજાવડલા , નાથાભાઈ વાલજીભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.36) રહે. રાતિદેવળી , રફીક આહમદ વકાલીયા (ઉ.વ.38) રહે તીથવા, એમ ચાર ઇસમોને ઝડપી લઈને સ્થળ પરથી એલસીબી ટીમે ૯૨,૫૦૦ રોકડ અને ૬ મોબાઈલ ફોન કીમત રૂ ૧૨,૦૦૦ મળીને કુલ રૂ ૧,૦૪,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

આ રેડ દરમિયાન આરોપી ભાવેશભાઈ લાલજીભાઈ ઉર્ફે મનસુખભાઈ કોરડીયા, ભુપતભાઈ વિભાભાઇ ભરવાડ અને કિશોરભાઈ હેમતભાઈ વોરા એમ ત્રણ ઈસમો નાસી જતા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો