Placeholder canvas

મહિલા પર નિર્લજ્જ હુમલાના કેસમાં ચાર આરોપીને બે વર્ષની કેદ

વાંકાનેરના તીથવા ગામે વર્ષ 2001 માં બનેલા બનાવમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે વર્ષ 2001 માં એક મહિલા ઉપર નિર્લજ્જ હુમલાના બનાવનો કેસ વાંકાનેરની કોર્ટમાં ચાલી જતા નામદાર અદાલતે ચાર આરોપીઓને બે વર્ષની કેદની સજા ફટકારી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના તીથવા ગામે રહેતી મહિલાએ ગત તા.27 માર્ચ 2001 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ મથકે આરોપીઓ સાજીભાઈ હાજીભાઈ શેરસિયા, અબ્દુલભાઈ હાજીભાઈ શેરસિયા, અહમદભાઈ હાજીભાઈ શેરસિયા, અલીભાઈ હાજીભાઈ શેરસિયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગામના વોકળાના કાંઠે કુદરતી હાજતે ગયા હતા ત્યારે આરોપીઓએ મહિલાના વાળ પકડી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની ફરિયાદ પરથી પોલીસે જે તે સમયે આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન મહિલા ઉપર નિર્લજ્જ હુમલાના બનાવનો કેસ વાંકાનેરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.બી.સોલંકીની ધારદાર દલીલો અને પુરવાના ધ્યાને લઈને કોર્ટે ચારેય આરોપીઓને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.

આ સમાચારને શેર કરો