Placeholder canvas

વાંકાનેર: સ્વરાજ ન્યુટ્રાનું યુસુફભાઈ શેરસિયાના હસ્તે ઉદ્ધઘાટન

વાંકાનેેર: ગુજરાતની ખાનગી ડેરીમાં ખૂબ જ મોખરાનું નામ ધરાવતી વાંકાનેરની સ્વરાજ ડેરી( સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ ) પોતાનો અત્યાધુનિક પ્લાન્ટ વાંકાનેર ના પીપળીયારાજ મુકામે ધરાવે છે અને સ્વરાજ ડેરી હાલ સમગ્ર સૌરાષ્ટ્ર,કચ્છમાં પોતાનું માર્કેટિંગ નેટવર્ક ધરાવે છે.

કંપની પોતાના વિકાસ અને ગ્રાહકોને વધુ સુવિધા અને સંતોષ મળે એ હેતુથી નવા,નવા આયામો સ્થાપી રહી છે જેના ભાગરૂપે વાંકાનેરના પ્રતાપપરા રોડ ઉપર હઝરત દિનદારશાહ પીરની દરગાહ સામે આકાશ કોમ્પ્લેક્ષમાં સ્વરાજ ન્યુટ્રાના નામથી પોતાનો પ્રથમ કંપની આઉટલેટ આજે એટલે કે તારીખ 11 જૂન 2021 ને શુક્રવારના રોજ સાંજના 4 વાગ્યે લોકો સમક્ષ ખુલ્લુ મુક્યુ

આ સ્વરાજ ન્યુટ્રા નું ઉદઘાટન વાંકાનેરના રાજકીય અને સામાજિક અગ્રણી યુસુફભાઈ શેરસિયાના હસ્તે કરવામાં આવ્યુ. ઉદઘાટનનો આ કર્યક્રમ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી,સરકારની ગાઈડ લાઇનને અનુસરીને માત્ર મર્યાદિત સંખ્યામાં મિત્રો અને સંબંધીઓની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સ્વરાજ ન્યુટ્રાનું ઉદ્ઘાટન યુસુફભાઈ શેરસીયાના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું અને તેઓને આઉટલેટના સંચાલક સમીરભાઈએ બુકે આપીને સ્વાગત કર્યું હતું. તેમજ સ્વરાજ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર ઇરફાનભાઇએ પણ યુસુફભાઈને આવકાર્યા હતા. આ પ્રસંગે યુસુફભાઈએ સ્વરાજ ડેરી અને સ્વરાજ ન્યુટ્રા ખૂબ પ્રગતિ કરે તેમજ વાંકાનેરના લોકોને ગુણવત્તાસભર દૂધની તમામ પ્રોડક્ટ મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.

હવે વાંકાનેરની સ્વાદ પ્રેમી જનતાને વાંકાનેર શહેરમાંથી સવરાજ ડેરીની તમારો પ્રોડક્ટ જેવી કે દૂધ, દહીં, છાશ, ખાટી મીઠી છાશ, મજેદાર મલાઈ, મખમલી માખણ, ઘી, શીખંડ વિગેરે વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પરથી મળી રહેશે…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો