ચોટીલામાં ચામુંડા પર્વત પર આજે પ્રથમ વખત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ

ચોટીલા: રાજ્યનાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા આજે ગુરૂવારનાં ચામુંડા પર્વત ઉપર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવેલ જેમા 153 જેટલી એન્ટ્રીઓ મળતા પ્રથમ વખત યોજાયેલ સ્પર્ધાને ખૂબ સરસ પ્રતિભાવ મળેલ હતો.

સવારે આઠ કંલાકે આગેવાનો, અધિકારીઓ અને ચામુંડા મંદિર ટ્રસ્ટનાં મહંત પરિવારની ઉપસ્થિતિમાં સ્પર્ધકોને ફ્લેગ ફરકાવી સ્ટાર્ટ કરાવવામાં આવેલ. ગણતરીની મિનિટોમાંમાં સ્પર્ધકોએ ચામુંડા પર્વત ચડીને નીચે ઉતરી સ્પર્ધા પુરી કરી હતી. ભાગ લેનાર તમામને યાત્રિકો અને ઉપસ્થિતોએ ખુબ પ્રોત્સાહિત કર્યા હતા તેમજ તંત્ર દ્વારા એક થી દશ નંબર સુધીનાં રેન્ક જાહેર કરી વિજેતાઓને શિલ્ડ અને સ્પર્ધકોને પ્રમાણપત્ર અને માતાજીની પ્રતિમા સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા યુવા પ્રતિભાને પ્રોત્સાહિત કરતી ચોટીલા ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં અધિક કલેક્ટર ઝાલા, પ્રાત અધિકારી આર બી અંગારી, જીલ્લા રમત ગમત અધિકારી બળવતસિંહ, ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા, મામલતદાર પ્રકાશ ગોઠી, ટીડીઓ યોગેશભાઇ શાહ, જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, જીલ્લા ભાજપના શૈલેષભાઇ ઉપાધ્યાય, નરેશ મારૂ, સુરેશ ધરજીયા, મહંત પરિવારનાં અમૃતગીરી અને વસંતગીરી ગોસાઇ સહિતનાં તેમજ તાલુકાનાં પીટી શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો