સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થીને Ph.D. પૂર્ણ કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપીને શારીરીક સંબંધ બાંધવાની માંગ કરી..!!
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે અભદ્ર માગણી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં પોર્ફેસર વિદ્યાર્થીનીને PHD પૂર્ણ કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી હતી સાથે જ પ્રોફેસરે શરીર સુખની માગ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર પ્રોફેસર હરિશ ઝાલાની ઓડિયા ક્લીપ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કર્તુતથી શિક્ષણ જગતને લાંછન લાગે તેવા લંટપવેડાનો પર્દાફાશ થયો છે. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને PH.D કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી કરી શરીર સુખની માંગ કરવામાં આવી છે. પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે.
સાંભળો.. લંપટ પ્રોફેસર અને વિદ્યાર્થીની સાથે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ….