Placeholder canvas

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઇતિહાસમાં પહેલી વખત રાજકોટમાં લાગ્યો અશાંતધારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનપાની ચૂંટણીને લઈને રાજકોટમાં પહેલી વખત અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

  • રાજકોટમાં પહેલી વખત અશાંતધારો
  • 28 સોસાયટીમાં મિલકતના વેચાણ માટે મંજૂરી જરૂરી
  • 13 જાન્યુઆરી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી અશાંતધારો

રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસકોર્ષ રિંગ રોડ પર આવેલી 28 જેટલી સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવાનું રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
28 સોસાયટીમાં મિલકતના વેચાણ માટે મંજૂરી જરૂરી

રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસકોર્ષ રિંગ રોડ પર આવેલી છોટુનગર,નિરંજન સોસાયટી,નહેરુનગર સોસાયટી,સિંચાઈ નગર, ઈન્કમટેક્ષ સોસાયટી, અવંતિકા પાર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.

13 જાન્યુઆરી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી અશાંતધારો
આ અશાંતધારો 13 જાન્યુઆરી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી લાગુ રહેશે. આ સોસાયટીઓમાં હવે પછી થી સ્થાવર મિલકતોનું હસ્તાંરણ માટે જિલ્લા કલેકટરની મંજૂરી જરૂરી બની રહેશે.

અશાંત ધારો એટલે શું?
જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે.

કલેક્ટરને વિશેષ સત્તાઓ
અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.

કેમ લાગુ કરવામાં આવે છે અશાંત ધારો
ગુજરાત કોમી તોફાનોનો ઇતિહાસ ધરાવે છે. આ સંજોગોમાં 1991માં તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલે 1986ના અશાંત ધારામાં કેટલાક સુધારા સાથે તેને લાગુ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ કેટલીક જગ્યાએ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો