ખાતરમાં સરકારે જીકયો તોતિંગ ભાવ વધારો: જુના ભાવનું ખાતર લેવા ખેડૂતોમાં પડાપડી

વાંકાનેર: જાણે કે સરકાર જીદે ચડી હોય તેવું લાગે છે એક તો દિલ્હીમાં કૃષિ કાયદા વિરોધ ખેડૂતો લડત ચલાવી રહ્યા છે એવા સમયે કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરતાં ખેડૂતોમાં ઊહાપોહ જોવા મળી રહ્યો છે.

વર્તમાન કેન્દ્ર સરકાર પોતાના મનમાં આવે તેવા પોતાની મરજી મુજબના નિર્ણયો લેવામાં પાવરથી હોવાનું પુરવાર કરી ચૂકી છે. સરકાર એક પછી એક એવા નિર્ણયો લઈ રહી છે જેમનો વિરોધ થઈ રહ્યો છે. કૃષિ કાયદાનો વિરોધ હજુ શમ્યો નથી ત્યાં જ ખેડૂતોની કમર તોડી નાંખે તેટલો ખાતરમા ભાવ વધારો ઠોકી દીધો છે.

આ ભાવ વધારા ના સમાચાર મળતા જ ગ્રામ્યકક્ષાએ સહકારી મંડળીમાં રહેલ જુના ભાવનું ખાતર લેવામાં ખેડૂતો પડાપડી કરી રહ્યા છે, અમારી પાસે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સહકારી મંડળી ની વિગતો અને ફોટો આવ્યા જ્યાં ખેડૂતો જુના ભાગ નું ખાતર લેવા માટે ઉમટી પડ્યા હતા.

આ સમાચારને શેર કરો