Placeholder canvas

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને હોદા ઉપરથી દૂર કરાયા

વાંકાનેર : વાંકાનેર નગર પાલિકામાં ભાજપને બહુમતી મળવા છતાં શાસનથી દૂર રહેવાની પરિસ્થિતિ સર્જાતા શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હોદા ઉપરથી દૂર કર્યા છે. જો કે તેઓ ભાજપના સભ્યપદે ચાલુ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પ્રદેશ ભાજપ દ્વારા હોદા ઉપરથી દૂર કરાયા છે, વાંકાનેર નગરપાલિકામાં ભાજપે ચૂંટણીમાં બહુમતી સાથે વિજય મેળવ્યો હતો, પરંતુ અંદરખાને જુથવાદને કારણે ભાજપે પાલિકામાં સત્તા ગુમાવતા મોરબી જિલ્લા ભાજપ અને વાંકાનેર ભાજપ સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિમાં આજે પ્રદેશકક્ષાએથી આકરો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

આ સમાચારને શેર કરો