મોરબી,હળવદ અને વાંકાનેરનાં મેળામાં ફજર/રાઇડોને મંજૂરી મળી
સમગ્ર મોરબી જિલ્લાના લોકો એકદમ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે આનંદ કિલ્લોલ સાથે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીવાસીઓ માટે જાહેર લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શીતળા સાતમના દિવસે આ જાહેર લોકમેળાને યંગ ઇન્ડિયા ગ્રુપની કાંતિકારી પરંપરા અનુસાર સર્વધર્મની બાળાઓના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જયારે આ વખતે રાઈડ ચલાવવા માટે સરકારની નવી ગાઈડ લાઈન મુજબ મંજૂરીની પ્રક્રિયા જટિલ હોવાથી મેળાના આયોજકો દ્વારા મંજૂરી મળ્યા બાદ જ રાઇડો શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેવામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરી તમામ આધારો અને પ્રમાણપત્રો રજુ કરતા આજે તંત્ર દ્વારા મેળામાં તમામ રાઈડો, ફજતો ચલાવાની મંજૂરી આપતા મેળોના શોખીનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. અને લોકોએ મનભરીને ફજત ફાલકાની મોજ માણી હતી. જયારે છેલ્લે મળતા સમાચાર મુજબ મોરબી ઉપરાંત હળવદ અને વાંકાનેરમાં પણ મેળાઓમાં રાઇડો ચલાવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મેળામાં ફજતો અને અન્ય રાઇડો ચલાવવા માટે સરકારની નવી ગાઇડલાઇન મુજબની મંજૂરી મળ્યા બાદ જ તમામ યાંત્રિક રાઇડો શરુ કરવાનો મેળાના આયોજકો દ્વારા નિર્ણય લેવાયો હતો. અને મેળામાં યાંત્રિક રાઇડોની મંજૂરી માટે જરૂરી તમામ આધારો અને પ્રમાણપત્રો રજુ કરવામાં આવ્યા હતા. જેથી કલેકટરની સૂચનાથી જે તે વિભાગ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના મેળામાં તમામ રાઇડો ચાલવાવની મંજૂરી આપવામાં આવી હતી. જેથી મેળાના શોખીનોમાં ખુશી છવાઈ ગઈ હતી. અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા માનવમેહરામણે ફજતો સહીત તમામ રાઇડનો સલામત રીતે આનંદ માણી શક્શે.
વાંકાનેરમાં નાગાબાવાના મેળામાં મંજૂરી મળી
વાંકાનેરમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે જડેશ્વર ના મેળામાં ફજરને મંજૂરી ન મળતા ચાલુ થઈ શક્યા ન હતા, ત્યારે વાંકાનેરના મેળાપ્રેમી લોકો નાગાબાવાના મેળામાં ફજર ને મંજૂરી મળશે કે નહીં એ દીધામાં હતા ત્યારે મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મુસ્તાકભાઈ ઠાસરિયાને ફજર માટેની મંજૂરી આપવામાં આવેલ છે. વાંકાનેરમાં ફજરને મંજૂરી મળે તે માટે વાંકાનેર ના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ અંગત રસ લીધો હોવાની વાત સામે આવી છે. હવે વાંકાનેર વાસીઓ નાગાબાવા નો મેળો મોજથી ફજરમાં બેસીને માણી શકશો.
👍👍👍👍👍👍👍👍
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…