Placeholder canvas

વાંકાનેર: હાઇવેના સર્વિસરોડ પર ભરાતા પાણીના મુદ્દે લડત બાદ ઉકેલની ખાતરી…

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પરના ચંદ્રપુર તરફના બંને સર્વિસરોડમાં રેલવે બ્રિજ પાસે પાણી ભરાવાનો વર્ષો જૂનો પ્રશ્ન છે. આ બાબતે તાજેતરમાં જ ભાજપના અગ્રણી અશરફભાઈ બાદીએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ નેશનલ હાઇવે ઓથોરિટીના મનીષ મહેતા અને રેલવે કોન્ટ્રાક્ટર કૌશલભાઈ તથા વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ રતિલાલ હીરાભાઈ, અશરફ બાદી, ટીનુભા જાડેજા, ગનીભાઈ દેકાવડીયા, અલાઉદીન કડીવાર અને અન્ય આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી.

આ મુદ્દે અશરફભાઈ અને આગેવાનોએ હાઇવે ક્રોસ થતી ગટરની પાઈપ લાઈન તાત્કાલિક બદલવી, ચંદ્રપુર થી રેલ્વે સુધીની બંને સાઇડની ગટરો તાત્કાલિક સાફ કરવી રેલવે બ્રિજ નીચેના નાલામાં સફાઈ કરાવી તેમજ હાઈવે ચોકડી પર સર્કલની તાત્કાલિક મરામત કરી બંને સાઇડ સ્પીડ બ્રેકર મુકવા અને સાઇડ સિગ્નલ મુકવાની માંગણી કરવામાં આવી હતી.

આ સ્થળ પર આગેવાનો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળીને આ પ્રશ્નનું નીરાકરણ કઈ રીતે લાવી શકાય તેમની ચર્ચા અને નરિક્ષણ કર્યું હતું, ત્યારબાદ નેશનલ હાઇવે ઓથોરિટીના મનીષ મહેતાએ આ પ્રશ્નનું તાત્કાલિક યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

આ સમાચારને શેર કરો