Placeholder canvas

તીથવા ગામમાં ઇસ્માઇલભાઈ કડીવારનો ‘ડોર ટુ ડોર’ લોક સંપર્ક: લોક આવકાર…

વાંકાનેર: તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવાર નૂરજહાંબેન ઈસ્માઈલભાઈ કડીવાર ના ચૂંટણી પ્રચારમાં ગઈકાલે ઇસ્માઇલ કડીવાર, મજીદભાઈ કડીવાર અને અન્ય આગેવાનો સાથે તીથવા ગામમાં ડોર લોક સંપર્ક કર્યો હતો જેમાં ઘરે ઘરે થી લોકોનો ખૂબ સારો આવકાર મળ્યો હતો.

‘ચિંતા ન કરતા મત તમને જ આપીશું‘ આવા લોકોના સ્વાગતની સાથે શબ્દો સાંભળવા મળ્યા હતા. આમ ઈસ્માઈલ કડીવારની સ્વચ્છ છબી અને હંમેશા વફાદારી સાથે વાત કરો તેમજ લોકો સાથેનો સીધો સંપર્ક આ તમામ તેમના જમા પાસાનું ફળ આજે તેમને મળી રહ્યું છે.

તીથવા જિલ્લા પંચાયતની સીટમા આવતા તમામ ગામોમાં ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. અને ઈસ્માઈલભાઈ કડીવાર તમામ ગામોમાં તેમના તરફી વધુમાં વધુ મતદાન કરવાની મતદારોને અને આગેવાનો અને ખાસ કરીને યુવા કાર્યકરોને અપીલ કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો