skip to content

ઈકો કાર ડિવાઈડર કુદીને સામેથી આવતા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઇ, બેના મોત, 11 મુસાફરો ઇજાગ્રસ્ત

ચોટીલા રાજકોટ હાઇવે પર બોરિયાનેસ ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઇકો કાર સામેથી આવતા કન્ટેનર સાથે ટકરાતા ઇકોમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે 11 મુસાફરોને ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ 9 મુસાફરોને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

ચોટીલા પાસે મોરિયાનેસ ગામે રાજકોટથી ચોટીલા તરફ પુરઝડપે આવતી ઇકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કાર ડીવાઇડર કુદીને સામેના રોડ પરથી આવતા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતની ઘટનામાં ઇકો કારમાં સવાર તમામ મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને હાઇવે પર ચક્કાજામ થઇ ગયો હતો.

ચોટીલાના સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને ચોટીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતા. બાદમાં 9 ઇજાગ્રસ્ત મુસાફરોને ​​​​​​​​​​​​​​રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.​​​​​​​​​​​​​​રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિનેશ મોહનભાઇ ( ફુલધરી ગામ ) અને રમેશભાઇ દેવજીભાઇ ( મોણપુર ગામ )નું સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં મોત થયું હતું.

ઇજાગ્રસ્તનો નામ
હંસાબેન રમેશભાઇ, રમેશભાઇ દેવજીભાઇ, મનિષાબેન રમેશભાઇ, આર્ય અશોકભાઇ સોલંકી, ચિરાયુ જેન્તીભાઇ બાડધા, જેન્તીભાઇ દેવુભાઇ બાડધ‍ા, ભયુ હમીરભાઇ સલાટ, વલુબેન કાળુભાઇ સલાટ અને સનીતાબેન કાળુભાઇ સલાટ

આ સમાચારને શેર કરો