E-Challanને લઈને કેન્દ્રએ બદલ્યા નિયમો, નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ

કેન્દ્રીય સડક અને રાજમાર્ગ મંત્રાલયે હાલમાં કેન્દ્રીય મોટર વ્હીકલ રૂલ્સમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રની તરફથી જાહેર કરાયેલા નવા નિયમ 1લી ઓક્ટોબરથી લાગુ થશે. મંત્રાલયના આધારે આઈટી સર્વિસિસ અને ઈલેક્ટ્રોનિક મોનિટરિંગની મદદથી ટ્રાફિક રૂલ્સને દેશમાં લાગુ કરાશે. 

નવા નિયમો અનુસાર હવે વાહનને ફક્ત ડોક્યુમેન્ટ ચેક કરવા રોકી શકાશે નહી.

નવા નિયમોના આધારે કોઈ વ્હીકલ કે કોઈ ડોક્યુમેન્ટ ઓછું છે કે અધૂરું છે તો તેના રજિસ્ટ્રેશન નંબરની મદદથી ડોક્યુમેન્ટ્સનું ઈ વેરિફિકેશન કરાશે અને ઈ-ચલણ મોકલાશે. હવે વાહનની તપાસ માટે ડોક્યુમેન્ટ્સ નહીં માંગવામાં આવે. કેન્દ્ર સરકારની તરફથી જાહેર કરાયેલા નિયમો અનુસાર વાહન માલિકો પોતાના ડોક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં મેન્ટેન કરશે. જેથી સડક પર રોકાઈને તપાસ કરવાથી મુક્તિ મળી શકે. 

લાયસન્સ, રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ્સ વગેરે વાહન સાથે જોડાયેલા ડોક્યુમેન્ટને સરકાર તરફથી ચાલી રહેલા પોર્ટલ પર મેનેજ કરાશે. તેની મદદથી કમ્પાઉન્ડિંગ, ઈમ્પાઉન્ડિંગ, એડોર્સમેન્ટ, લાયસન્સનું સસ્પેન્શન, રજિસ્ટ્રેશન અને ઈ ચાલાનનું કામ પણ થશે.

આ સમાચારને શેર કરો