skip to content

પડધરીમાં 12 વર્ષની ભાણેજ પર મામાનું દુષ્કર્મ

પડધરીમાં આજરોજ અતીધૃણાદસ્પદ બનાવ સામે આવ્યો છે. જેમાં 12 વર્ષની ભાણેજ પર તેના ધર્મના મામાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે. બાળાને ઘરમાં ડેલી સાથે ભટકાતા ઇજા થઇ હોય ડ્રેસીંગ કરાવવાના બહાને આરોપી તેણીને લઇ ગયા બાદ નદીના કાંઠા પાસે તેણે બાળકી પર હેવાનીયત આચરી હતી. આ મામલે પોલીસે સગીરાની માતાની ફરીયાદ પરથી આરોપી સામે દુષ્કર્મ, પોકસો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની કલમ હેઠળ ગુન્હો નોંધી તાકીદે આરોપીને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ પડધરીમાં રહેતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે પડધરીમાં જ રહેતા અંકિત શૈલેષ બાવાજીનુ નામ આપ્યુ છે. પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 376, 323, 506-2 મુજબ તથા પોકસોની કલમ 4 હેઠળ ગુન્હો નોંધ્યો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીએ આરોપી અંકિતને ધર્મનો ભાઇ બનાવ્યો હોય અને તે તેણીના ઘર આસપાસ આટાફેરા કરતો હોય જેથી ઘરના તમામ સભ્યોથી પરીચીત હતો. 4 દિવસ પુર્વે મહિલાની 12 વર્ષની બાળકીને ઘરમાં રમતા રમતા ડેલીમાં માથુ અથડાવવાના લીધે ઇજા પહોંચી હતી. મહિલા નોકરી કરતા હોઇ જેથી આરોપી મદદના બહાને ઘરે આવ્યો હતો અને સગીરાને ડ્રેસીંગ કરાવવા લઇ જાવ છું તેમ કહીને લઇ ગયા બાદ પડધરીની ભાગોળે આવેલી નદીના કાંઠે અવાવરુ જગ્યાએ બાળાને લઇ ગયા બાદ આરોપીએ પોત પ્રકાશ્યુ હતુ અને તેણી પર જાતીય હુમલો કર્યો હતો.

જેણે સગીરા મામા કહેતી હતી તે શખ્સે આવુ કૃત્ય આચરતા બાળા હેબતાઇ ગઇ હતી. બાદમાં આરોપીએ પોતાની પાપલીલાનું ભાંડાફોડ ન થાય તે માટે સગીરાને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં કઇ બન્યુ ન હોય તેમ આરોપી જ સગીરાને ઘરે મુકી ગયો હતો.

સગીરા ગુમસુમ રહેતી હોય તેણીની માતાએ પુછતા અંતે તેણે આપવિતી કહેતા બાળાની માતા ગુસાથી લાલ ચોળ થઇ ગઇ હતી જેને ધર્મનો ભાઇ બનાવ્યો હતો તેણેજ પોતાની માસુમ દિકરી સાથે આવુ હિનકૃત્ય આચરતા તે આઘાતથી સ્તબ્ધ બની ગઇ હતી. બાદમાં આ બાબતે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. પોલીસે તાકીદે આરોપી અંકિત બાવાજીને ઝડપી લઇ આકરી સરભરા કરી હતી. આરોપી અગાઉ દારૂના ગુન્હામાં પકડાઇ ચુકયો હોવાનું માલુમ પડયુ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો