Placeholder canvas

ચંદ્રપુર ગામના પ્રથમ ડૉક્ટર અયાઝ કડીવારનું સન્માન કરાયું.

વાંકાનેર: ચંદ્રપુર ગામના મધ્યમ વર્ગી પરિવારનો યુવક ડોક્ટર બનીને પોતાના ગામમાં આવતા ચંદ્રપુર ગામના કડીવાર પરિવાર દ્વારા એક સન્માન સંભારમ યોજવામાં આવ્યો હતો. જેમાં કડીવાર પરિવાર અને ગામના સામાજિક અને ધાર્મિક આગેવાનોએ ગામના પ્રથમ એમબીબીએસ ડોકટર અયાજ કડીવારનું સન્માન કર્યું હતું.

આ સન્માન સમારંભમાં જેમની પાસેથી જ અયાજે પ્રાથમિક,માધ્યમિક નું શિક્ષણ લીધું તેવા શિક્ષકો તેમજ ડોક્ટરો સામાજિક આગેવાનો ગામના આગેવાનો, ઉધોગપતિઓ, વાંકાનેર તાલુકાના કડીવાર પરિવારના આગેવાનો અને શુભેચ્છકોએ હાજરી આપી હતી. જેમાં એસએમપી હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ યુ એક ઘણીવાર એલઆઇસી કડીવાર, ડૉ. બાદી, ડૉ. અલ્તાફ શેરસીયા, મોહંમદી લોકશાળાના પૂર્વ શિક્ષક ચૌધરી સાહેબ, માથકિયા સાહેબ, ભાલારા સાહેબ અને પટોળી વસાહેબ તેમજ સકીના બહેને હાજરી આપી હતી જેમાં યુ.એ.કડીવાર, Lic કડીવાર ચૌધરી સાહેબ, માથકિયા સાહેબ અને ભલા સાહેબે ઉદ્બોધન કર્યું હતું અને લગભગ દરેની ભાર શિક્ષણનું મહત્વ પર હતો.

આ સમારંભમાં ડોક્ટર અયાજ કડીવાર પોતાના વિચારોમાં જણાવ્યું હતું કે આપણા ગામમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે આજે દરેક વાલીઓએ નિર્ણય કરવો જોઈએ કે ગામના દરેક ઘરમાં ઓછામાં ઓછો એક ગ્રેજ્યુટ હોવો જોઈએ. તેઓએ શિક્ષણનું મહત્વની વાત કરતા કહ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કાર પણ હોવા જરૂરી છે અને પોતાને અભ્યાસકાળ દરમિયાન જે શિક્ષક અને સગા સંબંધીઓ મિત્રોનો સહયોગ મળો તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહીં એ ઉલ્લેખનીય છે કે ડૉ. અયાજ ઘડીવાર એક મધ્યમવર્ગી પરિવારમાંથી આવે છે, તેઓ ચંદ્રપુર ગામના મર્હુમ અહમદભાઈ પાઇપવાળા ના પૌત્ર છે, અયાઝના પિતા અલાઉદીભાઈ કડીવાર આજે પણ સિમેન્ટ પ્રોડક્ટ નું કામ કરી રહ્યા છે. તેઓની અયાઝને ડોક્ટર બનાવવાની ઈચ્છા હતી પરંતુ મેડિકલનો અભ્યાસ ખૂબ ખર્ચાળ હોય તેમને પહોંચી વળવા તેમના સગા સંબંધીઓ મિત્રોએ ખૂબ સારો સહકાર આપ્યો પરિણામ સ્વરૂપે આજે ડોક્ટર બનીને ઇન્ટરશીપ પૂરી કરીને પોતાના ગામમાં પરત ફરતા તમામ લોકોમાં ખૂબ ખુશી હતી. જેથી જ ડોક્ટર અયાજે પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે આજે ખરેખર આ મારો સન્માન સમારંભ છે પણ ખરેખર એ મારો નહીં પણ આપનો મને મદદ કરનાર તમામનો સન્માન સમારંભ છે.

જુઓ વિડિયો….
આ સમાચારને શેર કરો