Placeholder canvas

વાંકાનેર: દોશી કોલેજના બે કેડેટ N. C. C.ના શિવાજી નેશનલ ટ્રેકિંગ કેમ્પ મહારાષ્ટ્રમાં પસંદગી…

વાંકાનેર: શ્રી દોશી કોલેજ વાંકાનેરમાં ચાલી રહેલ એન.સી.સી.માંથી ઝાલા વિશ્વરાજસિંહ વિજયસિંહ અને માલકિયા સૂરજ ખોડાભાઈની મહારાષ્ટ્ર શિવાજી નેશનલ ટ્રેકિંગ કેમ્પમાં કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડાના માર્ગ દર્શનમાં બંને કેડેટની પસંદગી થયેલી છે. આ ટ્રેકિંગ કેમ્પ મહારાષ્ટ્ર કોલ્હાપુર જીલ્લાના પનાહાલા થી વિશાલગઢ કિલ્લા સુધીનો છે. આ કેમ્પમાં જુદા જુદા સ્થળોની મુલાકાત જેમ કે પનાહાલા કિલ્લો, ગજપુર, પાવનખિંડ, પાંઢરે પાની, શાહુવાડી, બાંબવડે, પ્નહાલા અને વિશાલગઢના જુદા જુદા કિલ્લાઓ જોવા મળશે. આ ટ્રેકિંગ કેમ્પ માં છત્રપતિ શિવાજી મહારાજના બધાજ કિલ્લાઓ અને કુદરતી દૃશ્યો, પહાડો પર ટ્રેકિંગ,જુદા જુદા વૃક્ષો, નદી-નાડા, ઝરણાઓ અને વિવિધ અતિ સુંદર દ્રશ્યો, આ ટ્રેકિંગ કેમ્પમાં જોવા મળશે અને બીજા રાજ્યો પાસેથી કેડેટ ને ઘણું બધું શીખવા પણ મળશે. જેમ કે બીજા રાજ્યના કલ્ચર, અલગ અલગ બોલીઓ અને રેણી કેણીથી માહિતગાર થશે.

જેઓની આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય, એન.સી.સી.ના ઓફિસર સહીત દોશી કૉલેજ પરિવારે અભિનંદન પાઠવીને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આ સમાચારને શેર કરો