વાંકાનેરના દિવ્યાંગ ખેલાડી અલીઅકબરે દોડ અને લાંબીકુદમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુ.
આજકાલ વાંકાનેરમાં ખેલાડીઓ ભારે કાઠું કાઢી રહ્યા છે. સીંધાવદરની SMP સ્કૂલના ત્રણ ખેલાડીઓ રાજ્યની ટીમમાં સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જઈ રહ્યા છે, ત્યારે વાંકાનેરના દિવ્યાંગ ખેલાડીઓ પણ હવે પાછળ રહ્યા નથી. તેવો પણ વાંકાનેરનું ગૌરવ વધારી રહ્યા છે.
મોરબી જિલ્લાના ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત વાંકાનેર તાલુકાના સ્પેશ્યલ ટીચર (દિવ્યાંગ બાળકોના) દિપાલીબેન આચાર્યના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજના રહેવાસી દિવ્યાંગ ખેલાડી દેકાવાડીયા અલીઅકબર ફતેમામદભાઈ માનસિક ક્ષતિ ધરાવતા હોવા છતાં તેમની સ્પેશિયલ ગેમ 200 મીટર દોડ અને લાંબી કુદમાં પ્રથમ નંબરે જિલ્લા કક્ષાએ વિજેતા થઈ તેમનું પોતાનું સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને તેઓ અન્ય દિવ્યાંગજનો માટે પ્રેરણારૂપ બન્યાં છે.
દિવ્યાંગ બાળકો/વ્યક્તિઓમાં પણ અમુક સુષુપ્ત શક્તિઓ છુપાયેલી હોય છે. જેને બહાર કાઢી યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાથી તેવો પોતાનું પોતાના માતા-પિતા/ગામ/તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરી શકે છે. માત્ર તેમને પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે.
વાંકાનેરના દિવ્યાંગ ખેલાડી અલીઅકબર દેકાવાડીયા જેવો મોરબી જિલ્લા કક્ષાની હરિફાઇમાં 200મિટર દોડ અને લાંબી કુદમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ કપ્તાન ગ્રપ તરફથી તેઓને ખૂબ ખૂબ અભિનંદન..
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…