વાંકાનેર: દેવ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલર ફાટતા 4 શ્રમિકોના મોત મામલે સાપરાધ માનવ વધનો ગુનો નોંધાયો

અંજની પ્લાઝાના લુક, લે-આઉટ અને સુવિધામાં ધરખમ ફેરફાર

કંપનીના 3 જવાબદાર વ્યક્તિઓ સામે એરપોર્ટ પોલીસે ફરિયાદ દાખલ કરી, FSL, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ GPCBના અધિકારીઓને સાથે રાખી સ્થળ વિજીટ કરી આગળની તપાસ હાથ ધરાઈ

વાંકાનેરના પીપરડી નજીક ખેરવા ગામની હદમાં દેવ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલર ફાટતા 4 શ્રમિકોના મોત થયા હતા જે મામલે પોલીસે કંપનીના 3 જવાબદાર વ્યક્તિઓ સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસ દ્વારા જણાવાયું છે કે, તા.૧૨ના રોજ રાત્રીના સવા આઠેક વાગ્યાની આસપાસ ખેરવા ગામની સીમમાં આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ વેસલ અને બોયલર ફાટતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા હતા અને ૧૨ શ્રમિકોને નાની મોટી ઈજા પહોંચી હતી.

જે અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ઈ.નાયબ પોલીસ કમિશ્નર, ઝોન -૧ ડી.એચ.પરમારની સુચના મુજબ તથા ઉત્તર વિભાગ એ.સી.પી. એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ એમ.સી. વાળા દ્વારા ઉંડાણપુર્વક તપાસ કરવા અને લગત એજન્સીઓ દ્વારા તપાસ કરાવડાવવા અને બનાવ મુજબ ગુનો દાખલ કરવા જણાવવામાં આવ્યું હતું.

ફરીયાદી વિજયકુમાર રામબાબુ મહેતો (કુશવાહ) (ઉ.વ .૩૮, રહે. દેવ ઇન્ડસ્ટ્રીઝ, ખેરવા ગામ, તા.વાંકાનેર જિ. મોરબી, મુળ વતન પેકાહા ગામ થાના કોલાશી પોસ્ટ, જિ. કઠીયાર, બિહાર) દ્વાર દેવ ઇન્ડસ્ટ્રીઝના જવબદારો જેમાં દેવેશભાઇ કારીયા, હાર્દિકભાઈ પટેલ, સંજય તૈલી વિરૂધ્ધ ફરીયાદ કરતા આરોપીઓ વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એફએસએલ અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ જીપીસીબીના અધિકારીઓને સાથે રાખી સ્થળ વિજીટ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 397
  •  
  •  
  •  
  •  
  •  
    397
    Shares